અવિરત ઐતિહાસિક તેજી

માં મામૂલી અડધા ટકા સુધીનો વધારો કરવામાં આવશે એવા આપેલા સંકેત અને ચાઈનામાં કોવિડ અંકુશો હળવા થવા સાથે ગઈકાલે અમેરિકી શેર બજારોમાં ડાઉ જોન્સમાં ૭૩૭ પોઈન્ટ  અને નાસ્દાકમાં ૪૮૪ પોઈન્ટની તોફાની તેજી પાછળ આજે વૈશ્વિક બજારોમાં મજબૂત રિકવરી જોવાઈ હતી. ભારતીય શેર બજારોમાં અવિરત ઐતિહાસિક તેજી આગળ વધતી રહી આજે ગુજરાત ચૂંટણીના આરંભની સાથોસાથ બજારે નવો ઈતિહાસ રચ્યો હતો. અમેરિકી શેર બજારો પાછળ આજે આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોએ તેજીની આગેવાની લીધા બાદ  સિમેન્ટ શેરોમાં ફંડોએ મોટાપાયે લેવાલી કર્યા સાથે મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ખરીદી કરી સેન્સેક્સને ઈન્ટ્રા-ડે ૬૩૫૮૩.૦૭ નવી વિક્રમી સપાટી પર લાવી અંતે ૧૮૪.૫૪ પોઈન્ટ વધીને ૬૩૨૮૪.૧૯ની નવી ઊંચાઈએ  બંધ મૂક્યો હતો. નિફટી સ્પોટ પણ ૧૮૮૮૭.૬૦ નવો ઈન્ટ્રા-ડે રેકોર્ડ બનાવી અંતે ૫૪.૧૫ પોઈન્ટ વધીને ૧૮૮૧૨.૫૦ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો.

ડોલર ૨૧ પૈસા નબળો પડીને ૮૧.૨૨ : જીએસટી એક્ત્રિકરણ ૧૧ ટકા વધ્યું : ક્રુડમાં સાંકડી વધઘટ

જીએસટી એક્ત્રિકરણ નવેમ્બરમાં ૧૧ ટકા વધીને રૂ.૧.૪૫ લાખ કરોડ થયાના આંકડા આવ્યા છતાં ઓકટોબરના રૂ.૧.૫૨ લાખ કરોડની તુલનાએ ઘટતાં ઉછાળે શેરોમાં સાવચેતીમાં આંશિક પ્રોફિટ બુકિંગ થયું હતું.  અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે સતત મજબૂત થતો રહી ૨૧  પૈસા વધીને ૮૧.૨૨ રહ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાંકડી વધઘટે અથડાતાં રહી બ્રેન્ટ ૮૬.૮૨ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૮૦.૩૯ ડોલર નજીક રહ્યા હતા. પેસેન્જર વાહનોના નવેમ્બર મહિનામાં વેચાણમાં વૃદ્વિના આંકડાએ પણ  ફંડોની પસંદગીના ઓટો શેરોમાં લેવાલી રહી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વાહનોના વેચાણમાં ૫૬ ટકા વૃદ્વિ નોંધાઈ છે.

નાસ્દાક પાછળ આઈટી ઈન્ડેક્સની ૬૨૦ પોઈન્ટની છલાંગ : એલ એન્ડ ટી ટેકનો રૂ.૩૪૩ વધીને રૂ.૪૧૫૬

અમેરિકી શેર બજાર નાસ્દાકમાં  ગઈકાલે ૪.૪૧ ટકાનો ઉછાળો આવતાં આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે આરંભથી જ મોટી લેવાલી નીકળી હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૨૦.૦૮ પોઈન્ટ વધીને ૩૧૧૩૧.૧૮ બંધ રહ્યો હતો. એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૩૪૨.૯૫ વધીને રૂ.૪૧૫૬.૧૫, એલ એન્ડ ટી ઈન્ફોટેક રૂ.૧૮૦.૮૦ વધીને રૂ.૫૦૧૬.૦૫, સુબેક્ષ રૂ.૨.૨૦ વધીને રૂ.૩૪.૧૫, એમ્ફેસીસ રૂ.૧૧૨.૭૦ વધીને રૂ.૨૧૩૫.૮૫, રામકો સિસ્ટમ રૂ.૧૩.૯૦ વધીને રૂ.૨૭૬.૯૦, માસ્ટેક રૂ.૮૮.૫૦ વધીને રૂ.૧૭૯૫.૩૦, પર્સિસ્ટન્ટ રૂ.૧૮૩.૭૫ વધીને રૂ.૪૩૪૦, ટીસીએસ રૂ.૮૨.૭૦ વધીને રૂ.૩૪૭૫.૧૦, ટેક મહિન્દ્રા રૂ.૨૪.૫૦ વધીને રૂ.૧૧૦૧.૮૦, વિપ્રો રૂ.૬.૬૫ વધીને રૂ.૪૧૩.૬૦, ઈન્ફોસીસ રૂ.૨૫.૨૦ વધીને રૂ.૧૬૫૭.૬૦ રહ્યા હતા.

સિમેન્ટ શેરોમાં ફરી તેજીનું ચણતર : અલ્ટ્રાટેક રૂ.૨૦૨ વધીને રૂ.૭૨૭૯ :  શ્રી સિમેન્ટ, ઈન્ડિયા સિમેન્ટ વધ્યા

સિમેન્ટ કંપનીઓના શેરોમાં આજે ફરી તેજીનું ચણતર શરૂ થયું હતું. અલ્ટ્રાટેક સિમેન્ટ રૂ.૨૦૨.૩૫ વધીને રૂ.૭૨૭૯.૧૦, ઈન્ડિયા સિમેન્ટ રૂ.૭.૩૦ વધીને રૂ.૨૪૭.૩૦, નુવોકો વિસ્ટા રૂ.૭.૬૫ વધીને રૂ.૩૭૭.૪૫, રામકો સિમેન્ટ રૂ.૪.૮૫ વધીને રૂ.૬૭૯.૮૫, એસીસી રૂ.૧૧.૨૫ વધીને રૂ.૨૫૭૪.૯૫, અંબુજા સિમેન્ટ રૂ.૯.૭૦  વધીને રૂ.૫૮૧.૦૫, હૈડલબર્ગ સિમેન્ટ રૂ.૨.૮૫ વધીને રૂ.૨૦૭.૪૫, શ્રી સિમેન્ટસ રૂ.૧૯૦ વધીને રૂ.૨૪૦૩૨.૮૦  રહ્યા હતા.

મેટલ ઈન્ડેક્સ ૩૫૬ પોઈન્ટ વધ્યો : જિન્દાલ સ્ટીલ રૂ.૨૭ વધીને રૂ.૫૬૪ : ટાટા સ્ટીલ, હિન્દાલ્કો વધ્યા

ચાઈનામાં કોવિડ અંકુશો વધુ હળવા થતાં મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે લેવાલી વધી  હતી. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૫૫.૫૨ પોઈન્ટ વધીને ૨૦૬૧૩.૨૨ બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલ રૂ.૨૭.૧૫ વધીને રૂ.૫૬૪.૨૫, ટાટા સ્ટીલ રૂ.૩ વધીને રૂ.૧૧૦.૭૦, હિન્દાલ્કો રૂ.૧૨.૫૦ વધીને રૂ.૪૬૩.૪૦, વેદાન્તા રૂ.૫.૯૫ વધીને રૂ.૩૧૦.૨૦, સેઈલ રૂ.૧ વધીને રૂ.૮૫.૮૫ રહ્યા હતા.

ફંડોનું સ્મોલ, મિડ કેપ શેરોમાં વધતું આકર્ષણ : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૦૭૬ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, ખેલંદાઓનું પસંદગીનું આકર્ષણ વધતાં માર્કેટબ્રેડથ  અત્યંત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૬  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૭૬ અને ઘટનારની સંખ્યા ૧૪૦૮  રહી હતી.

FII/FPIની કેશમાં રૂ.૧૫૬૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૬૬૫ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૫૬૫.૯૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૭૮૭૩.૧૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૪૩૯.૦૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો આજે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૬૬૪.૯૮ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૯૫૩૯.૫૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૮૭૪.૫૫ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૩૮ લાખ કરોડ વધીને રૂ.૨૮૯.૮૮ લાખ કરોડ

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ સતત નવા વિક્રમો સર્જાયા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપના શેરોમાં લેવાલી જળવાઈ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૩૮ લાખ   કરોડ વધીને રૂ.૨૮૯.૮૮ લાખ કરોડ પહોંચી ગયું હતું.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.