બેંકોમાં થશે મોટો ફેરફાર રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય, બદલાઈ જશે સંપૂર્ણ સિસ્ટમ!
આરબીઆઈએ બનાવ્યો આ પ્લાન
આપને જણાવી દઈએ કે હવે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ અર્બન કો-ઓપરેટિવ બેંકો (urban co-operative banks) ના વર્ગીકરણ માટે એક ખાસ પ્લાન તૈયાર કર્યો છે. તેના માટે ચાર સ્તરીય નિયમનકારી માળખાની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે આ બેંકોની નેટવર્થ અને મૂડી પર્યાપ્તતા સંબંધિત ધોરણો પણ જારી કરવામાં આવ્યા છે.
અર્બન કો – ઓપરેટિવ બેંકોમાં થશે ફેરફાર
રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા સર્ક્યુલર મુજબ શહેરી સહકારી બેંકો માટે આ ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. આ બેંકોના વર્ગીકરણની ચાર-સ્તરીય નિયમનકારી પ્રણાલી તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ ફોર્મેટ સહકારી બેંકો પાસેની થાપણોના કદ પર આધારિત છે.
અત્યારે ટાયર 1 અને 2 માં વહેંચવામાં આવે છે
સર્ક્યુલર મુજબ હાલમાં યુસીબીને ટાયર-1 અને ટાયર-2ની બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે, પરંતુ હવે ચાર કેટેગરી બનાવવામાં આવશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે નાના કદની સહકારી બેંકો વચ્ચે સહકારની ભાવના જાળવવા માટે એક માળખાની જરૂરિયાત અનુભવાઈ હતી.
કેવી રીતે નક્કી થશે કેટેગરી
ટાયર-1 ના UCB તરીકે 100 કરોડ રૂપિયા સુધીની જમા કરનારી સહકારી બેંકો હશે. ટાયર – 2 ના યુસીબી તરીકે 100 કરોડ રૂપિયાથી લઈ 1,000 કરોડ રૂપિયા સુધીની થાપણો, ટાયર 3 હેઠળ 1,000 કરોડથી 10,000 કરોડ રૂપિયા સુધી જમાવાળી અને ટાયર – 4 હેઠળ 10,000 કરોડ રૂપિયાથી વધુની થાપણોવાળી શહરી બેંક હશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button