આજે PM Modi- અમિત શાહનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પુરુ થઈ ચૂક્યું છે. હવે ભાજપનું સંપૂર્ણ ફોકસ બીજા તબક્કાના મતદાન પર છે. તેની માટે ખુદ નરેન્દ્ર મોદી અને અમીત શાહ મેદાને ઉતર્યાં છે. બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે.
વડાપ્રધાન મોદી ચાર જનસભાઓ સંબોધશે
PM મોદીએ ગુરુવારે એટલે કે 01 ડિસેમ્બર 2022એ અમદાવાદમાં 54 કિમી લાંબો રોડ શો કર્યો હતો. આજે પણ મોદી 4 જંગી જનસભાઓ સંબોધશે. મોદી આજે કાંકરેજ, પાટણ, સોજિત્રા અને અમદાવાદમાં જનસભા સંબોધશે. તેમની જનસભા બપોરે 12 વાગે શરુ થશે.
અમિત શાહ વડોદરામાં રોડ શો કરશે
મોદી સાથે અમિત શાહ પણ વિવિધ જગ્યાએ જનસભાઓ સંબોધશે. શાહ સવારે 10.30 વાગે બહુચરાજીમાં જનસભા કરશે. ત્યાર બાદ તેઓ વિજાપુરમાં જનસભા કરશે . સાંજે 5 વાગે વડોદરાના અપ્સરા સિનેમાથી જુબલી બાગ સુધી રોડ શો પણ કરશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button