શું ફરી જોવા મળશે મોદી મેજીક?

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદાન પૂર્ણ થયા બાદ બીજા ફેઝ માટેનો ચૂંટણી પ્રચાર જામ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં ગુરુવારે સાંજે મેગા રોડ શો કર્યો. અમદાવાદના નરોડા ગામથી ચાંદખેડા સુધીના આ રોડ શોથી વડાપ્રધાન મોદીએ 14 વિધાનસભા ક્ષેત્ર કવર કર્યા છે. PM મોદીનો અત્યાર સુધીના આ સૌથી લાંબો ચૂંટણી રોડ શો છે, જેને પુષ્પાંજલિ યાત્રા નામ અપાયું હતું. આ રોડ શો થકી વડાપ્રધાન મોદીએ અમદાવાદની 13 અને ગાંધીનગરની 1 સીટ કવર કરી છે.

વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં રોડ શો દરમિયાન પોતાના રોડ શો દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી. તેમજ રોડ શો દરમિયાન એક એમ્બ્યુલન્સને જવા માટે પણ તેમના કાફલાને રોકવામાં આવ્યો હતો. વડાપ્રધાનનો રોડ શો જે વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થયો તેમાંથી 11 સીટ ભાજપે 2017માં જીતી હતી, જ્યારે 3 સીટ કોંગ્રેસના ખાતામાં ગઈ હતી.

રેકોર્ડબ્રેક બેઠક કબજે કરવાની કવાયત
રાજકીય વિશ્લેષકોના મતે વડાપ્રધાન મોદીનો આ રોડ શો બીજા તબક્કાની ચૂંટણી માટે ઘણો જ મહત્વનો સાબિત થઈ શકે છે. ગુજરાતમાં ભાજપનું લક્ષ્ય અત્યાર સુધીની જીતના તમામ રેકોર્ડ તોડવાનો છે. વડાપ્રધાન પોતાના ચૂંટણી પ્રચારમાં અનેક વખત કહ્યું છે કે- હું ઈચ્છું છું કે ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડે. આ જ કારણ છે કે ચૂંટણી પ્રચારમાં મોદી નવી ઉર્જા સાથે મેદાનમાં ઉતર્યા છે.

એન્ટી ઈન્કમબન્સીથી બચવા 38 ધારાસભ્યોની ટિકિટ કાપી હતી
છેલ્લાં કેટલાંક મહિનામાં બે લાખ કરોડના પ્રોજેક્ટ્સ ગુજરાતને મળવાથી પાર્ટી ઘણી જ ખુશ છે. કોઈ પણ એન્ટી ઈન્કમબન્સીનો સામનો કરવા માટે ભાજપે ટિકિટ ફાળવણી વખતે પોતાના 38 ધારાસભ્યોની ટિકિટ કાપી હતી અને કેટલાંક નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે કે જેથી જનતાનો વિશ્વાસ જીતી શકાય. અત્યારસુધીમાં ભાજપે ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2002માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કર્યું હતું. ત્યારે પાર્ટીને 127 સીટ મળી હતી. જ્યારે કે 1985માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે અત્યાર સુધીની સૌથી વધુ 149 સીટ જીતી હતી.

કયાં કયાંથી પસાર થયો વડાપ્રધાન મોદીનો રોડ શો
અમદાવાદના મેગા રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદીનો કાફલો ઠક્કરબાપાનગર, બાપુનગર, નિકોલ, અમરાઈવાડી, મણીનગર, દાણીલીમડા, જમાલપુર ખાડિયા, એલિસબ્રિજ, વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા અને સાબરમતી થઈ ગાંધીનગર દક્ષિણ એમ 14 વિધાનસભા ક્ષેત્રમાંથી પસાર થયો હતો. લગભગ 4 કલાક સુધી ચાલેલો આ રોડ આ ચૂંટણીમાં ભાજપની સૌથી મોટી ઈવેન્ટ છે, જેમાં સમગ્ર રૂટ પર લોકો મોદીની એક ઝલક જોવા ઊભા રહ્યાં હતા. પાર્ટીના ઝંડા લહેરાવતા તેમજ ઢોલ-નગારા સાથે અમદાવાદનો માહોલ મોદીમય બની ગયો હતો. ફુલહારથી શણગારેલી ખુલી એસયૂવીમાં સવાર વડાપ્રધાન મોદી સમગ્ર રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા.

ભાજપે ગણાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો રોડ શો
ભાજપનો દાવો છે કે આ કોઈ ભારતીય રાજકીય નેતાનો અત્યાર સુધીનો સૌથી મોટો લાંબો રોડ શો છે. રોડ શો દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય, સરદાર વલ્લભભાઈ પટેલ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ સહિત અનેક હસ્તિઓની મૂર્તિ પણ પુષ્પાંજલિ કરવામાં આવી. રોડ શો દરમિયાન નાના-નાના કેટલાંક 35 પડાવ બનાવવામાં આવ્યા હતા.

પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ
અંતર્ગત પ્રથમ તબક્કાની 89 વિધાનસભા સીટ પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. વર્ષ 2017 કરતાં સરેરાશ મતદાન ઓછું નોંધાયું છે. પહેલાં તબક્કામાં 788 ઉમેદવારના ભાવિ EVMમાં સીલ થઈ ગયા છે. આ ફેઝમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 સીટ પર મતદાન થયું છે.

 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.