યુવા મતદારોને પ્રેરણા પુરી પાડતા વરિષ્ઠ મતદારો જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોએ મતદાન કર્યું
પોરબંદર જિલ્લામાં આજ તા.૦૧ ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ૮૩- પોરબંદર અને ૮૪-કુતિયાણા વિધાનસભા વિસ્તાર માટે નોંધાયેલા મતદારોએ મતદાન કર્યા હતા. ત્યારે જુદા જુદા મતદાન મથક પર વરિષ્ઠ નાગરિકો પણ મતદાન કરવા પરિવારજનો તથા કર્મચારીઓને સહારે બુથ પર મતદાન કરવા આવી રહ્યા હતા. ત્યારે વડીલો શારીરિક રીતે અસક્ષમ હોવા છતાં મતદાન કરવા આવીને યુવાનોને મતદાન કરવા પ્રેરણા પુરી પાડી હતી. આ તકે ફરજ પરના કર્મચારીઓએ વરિષ્ઠ નાગરિકોને બુથ સુધી લઈ જઈ સહારો આપ્યો હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button