૮૯ સીટ પર મતદાન કેદ થઇ ગયું, કોણે શું ગુમાવ્યું કોણે શું મેળવ્યું

૨૦૧૨ માં નરેન્દ્રભાઈ મોદી જાતે ગુજરાતના નેતૃત્વની લડાઈ લડી રહ્યા હતાં ત્યારે તેના આવા જુવાળમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ૧૧૫ સીટો પ્રાપ્ત કરી હતી, કોંગ્રેસના એક ધારાસભ્યના અવસાન બાદ પેટા ચુંટણીમાં વધુ એક સીટ મેળવતા આ આંકડો ૧૧૬ થવા પામ્યો હતો, ૨૦૧૨ ની વિધાનસભા ચુંટણીના તુરંત બાદ નરેન્દ્રભાઈ મોદીએ લોકસભા ચુંટણીનો આડકતરો પ્રચાર આરંભ કરી દેતા અને ૨૦૧૪ માં લોકસભા ચુંટણી યોજાતા ગુજરાતમાંથી મતદારોએ ૨૬ સીટો ભાજપની ઝોળીમાં નાખી આપી હતી, ત્યારબાદ હાર્દિક પટેલના નેતૃત્વમાં અનામત (પાટીદાર) આંદોલન આકાર પામતા અને તેના પારખા ૨૦૧૭ ની વિધાનસભામાં થતાં ભાજપે ૯૯ સીટો માંડ માંડ જીતી હતી.

તે પછીની આ પહેલી ચુંટણી છે જે નક્કી કરશે કે ભાજપે ગુમાવ્યું કે મેળવ્યું, જોકે એ પહેલા ૨૦૧૯ ની લોકસભા માં પાછી ૨૬ સે ૨૬ સીટો ભાજપને મળી હતી પરંતુ તેની સાથે સાથે જીલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો સહિત કેટલીક નગરપાલિકાઓ માં ભાજપનો રકાસ જતા ૨૦૨૨ ની ચુંટણીનું ખાસ મહત્વ પણ છે, ત્યારે ૨૦૨૨ માં કોણે શું મેળવ્યું અને કોણે શું ગુમાવ્યું એનો પ્રથમ તબક્કો આજે સાંજે પાંચ વાગ્યે  પૂરો થઇ ગયો અને કુલ ૭૧૧ માંથી ૮૯ ધારાસભ્યોના ભાવી પેટીઓમાં કેદ થઇ ગયા.

વાત કરીએ આ ૮૯ સીટો પર થયેલા મતદાનની તો ૬૦% મતદાન પહેલા તબક્કાનું નોંધાયું છે.જે ૨૦૧૭ ના મતદાનની ટકાવારીએ ઘણું ઓછું કહી શકાય, ત્યારે અને અચાનક જ ૨૦૨૧ માં આમ આદમી પાર્ટી એની પાંખો ગુજરાતમાં ફેલાવવા લાગતા સત્તા પક્ષે ડર પેઠો છે અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહપ્રધાન અમિત શાહને વારંવાર ગુજરાતમાં પ્રચાર કરવા આવવું પડ્યું છે અને હજુ પણ બીજા તબક્કાના પ્રચાર માટે મોદીજી આજે ગુજરાતના પંચમહાલમાં કાર્યરત પણ છે, પાછલા આઠ વર્ષમાં મોદી/શાહ અને ભાજપે કોંગ્રેસની કમ્મર તોડી નાખી છે અને આપનું ગુજરાતમાં હજુ ખાસ કાઈ છે નહી ત્યારે અને આ વખતની ચુંટણીના પહેલા તબક્કામાં આપ, કોંગ્રેસ ભાજપને ભારે પડી રહ્યા હોય તો એટલું ચોક્કસ કહી શકાય કે ગુમાવવાનું ભાજપના ફાળે આવે છે, જયારે કોંગ્રેસ અને આપના ફાળે મેળવવાનું આવે છે.

કોરોના બાદ ભાજપ શાષિત ગુજરાત સરકારની અવ્યવસ્થા અને કોંગ્રેસના કાર્યકરો કે નેતાઓની સક્રિયતા આ વખતની ચુંટણીમાં મુખ્ય ભાગ ભજવે છે, બબ્બે વખત લોકસભામાં પૂર્ણ બહુમત આપવા છતાં વિધાનસભામાં ભાજપનો નબળો દેખાવ એ સૂચવે છે કે ભાજપના સંગઠનમાં કાર્યકર્તા નામક મજબુત કવચ ક્યાયને ક્યાંય ક્ષીણ થયું છે, એક ડીસેમ્બરે મતદાન વખતે પણ અગાઉની ચુંટણી જેવા ભાજપના કાર્યકર્તા રોડ, ગલી કે મહોલ્લામાં દેખાયા નથી. ઉપરાંત હાર્દિક પટેલ કે મહેશ સવાણી ભાજપમાં જાય કે ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાય તેનાથી સમુચો પાટીદાર સમાજ પીગળી જાય તેવી સ્થિતિ આ મતદાનમાં ક્યાંય જોવા મળી નથી.

એક વાત એ પણ હકીકત છે કે જો પાટીદાર ભાજપથી નારાજ થાય તો પણ તે ક્યારેય કોંગ્રેસમાં પાછો ફરે તેવું શક્ય નથી ત્યારે પાટીદાર વર્ગ જ આમ આદમી પાર્ટીમાં આકર્ષાયો હોય એ સમજી શકાય તેવી હકીકત છે, ચુંટણીના ઠીક એક મહિના પહેલા લોક્મતથી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇસુદાન ગઢવી પર કળશ ઢોળતા પાટીદારોનો પ્રચંડ વેગ આપ તરફ ઘસમસતો અટક્યો પણ છે તેમ છતાં પણ પાટીદારના મોટાભાગના મત આપમાં ગયા હોવાનું તારણ તજજ્ઞો પાસેથી મળી રહ્યું છે તે જોતા આપમાં જે સીટ આવે તે પાટીદાર પ્રભુત્વ વાળી સીટ જ નીકળશે. આ સિવાયની સીટો આપ જીતે તેમ લાગતું નથી, ખુદ ઇસુદાન ગઢવીની સીટ આપ માટે જીતી ગયા તેવું નથી.

આ જોતા અનુમાન એ ચોક્કસ કરી શકાય કે ભાજપને જીત અપાવતા મતો (પાટીદાર મતો) યા તો થંભી ગયા છે અથવા તો આપ તરફ વળી ગયા છે એ જ કારણ હોય શકે ઓછા મતદાનનું, જોકે અન્ય કારણોમાં લગ્નની સીઝન, મતદાનનો ઓછો સમય વગેરે કારણો હશે પરંતુ મુખ્ય કારણ મતોનું રોકાઈ જવું અથવા બીજીતરફ ઢળી જવું ચોક્કસપણે માની શકાય.

વાત કરીએ મોદીજીના ગુજરાત છોડ્યા બાદની સ્થિતિની તો બંને વખત વિધાનસભામાં ભાજપનો ગ્રાફ નીચે ગયો છે અને લોકસભામાં આ ગ્રાફ ઉંચો ગયો છે. રાજકીય વિશ્લેષકો તો એવું પણ માને છે કે આ વખતની ચુંટણીમાં એબીસીડી ઉંધી ચાલશે એટલે કે વધુ સીટો મેળવવામાં પ્રથમ કોંગ્રેસ ત્યારબાદ બીજેપી અને સહુથી ઓછી સીટો મેળવવામાં આપ અથવા અન્યો કે અપક્ષો. આ જોતા પ્રથમ તબ્બ્કાના આંકડાઓ જે સૂચવે છે એ પરિણામોમાં પલટશે ત્યારે રાજકીય ભૂકંપ પુરવાર થાશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.