રવિન્દ્ર જાડેજાએ પત્ની સાથે મતદાન કર્યુ, કહ્યું- રીવાબાને મળશે જનતાનું સમર્થન

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022)ના પ્રથમ તબક્કાનું મતદાન આજે થઇ રહ્યું છે. મતદાનને લઇને મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠકોમાં સૌથી વધુ ચર્ચિત બેઠકો પૈકીની એક જામનગર ઉત્તરની બેઠક છે. આ બેઠક પર ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. રીવાબા જાડેજા પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. રીવાબાને અગાઉનો કોઈ અનુભવ નથી તેથી રીવાબા પોતાની જીત માટે સતત પ્રચાર કામમાં લાગી ગયા છે.

આજે રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે વોટિંગ કર્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, ઘણી ખુશીનો માહોલ છે. લોકો મોટી સંખ્યામાં વોટ કરવા આવ્યા છે. મને આશા છે કે બધામાં એ જાગૃતતા આવી ગઈ છે કે ભારતીય નાગરિક તરીકે દરેકે વોટ કરવો જોઈએ.

લોકોને મતદાન કરવા અપીલ કરી
જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, હું આશા રાખું છું કે વધુને વધુ પર્સેન્ટેજમાં મતદાન થાય. માત્ર યુવાઓ નહીં, ભારતીય નાગરિક તરીકે હું દરેકને અપીલ કરું છું કે વોટ કરો. હું એવું નથી કહેતો કે કોને વોટ કરો, પણ મત કરીને તમારી ફરજ નિભાવો. તમને જે યોગ્ય લાગે એ પાર્ટીને વોટ આપવો જરૂરી છે.

રીવાબાને મળશે જનતાનું સમર્થન
આ અંગે જાડેજાએ કહ્યું કે, જે રીતે યંગસ્ટર્સ જોડાયા હતા, તેનાથી ખુશી છે. વિશ્વાસ છે કે રિવાબાને જનતાનું સમર્થન મળશે. લોકોમાં ઉત્સાહ છે, તેમને ઉમ્મીદ છે કે રીવાબા આવશે અને સારું કામ કરશે. જામનગરમાં જે પણ અન્ડર-ડેવલપ્ડ એરિયા છે ત્યાં કામ થશે. જીત તો થશે જ.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.