મતદાન જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર જ નિયમ ભૂલ્યા,પુરાવા વિના વૉટિંગ કરવા જતાં કિર્તીદાનને બેસવું પડ્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદારો પણ વહેલી સવારથી મતદાન મથકની બહાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લાઈનમાં ઉભા રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. એવામાં મતદાના જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર એવા કીર્તિદાન ગઢવી પાસે પોતાના પુરાવાની હાર્ડ કોપી ના હોવાથી તેમને મતદાન કરતાં અટકાવવામાં આવ્યા હતા. આખરે આ મામલે તેમણે કલેક્ટરને રજૂઆત કરતા તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શક્યા હતા.
RAJKOT
મતદાન જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર જ નિયમ ભૂલ્યા, આધાર પુરાવા વિના વૉટિંગ કરવા જતાં કિર્તીદાનને પોણો કલાક બેસવું પડ્યું

રાજકોટ.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદારો પણ વહેલી સવારથી મતદાન મથકની બહાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લાઈનમાં ઉભા રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. એવામાં મતદાના જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર એવા કીર્તિદાન ગઢવી પાસે પોતાના પુરાવાની હાર્ડ કોપી ના હોવાથી તેમને મતદાન કરતાં અટકાવવામાં આવ્યા હતા. આખરે આ મામલે તેમણે કલેક્ટરને રજૂઆત કરતા તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શક્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાતના જાણીતા લોકગાયક તેમજ મતદાન કેમ્પેઈનના બ્રાન્ડ એમ્બેસેડર એવા કિર્તીદાન ગઢવી આજે મતદાન કરવા માટે રાજકોટના માધાપુર ખાતે આવેલા મતદાન મથકે પહોંચ્યા હતા. જો કે કિર્તીદાન ગઢવી પાસે આધારકાર્ડની હાર્ડ કોપી ના હોવાથી પ્રિસાઈડિંગ ઑફિસરે તેમને મતદાન કરતા અટકાવ્યા હતા.
આ મામલે કિર્તીદાન ગઢવીએ પોતાનો બળાપો ઠાલતા જણાવ્યું કે, મતદાન કરવાની મારી ફરજ અને મારો અધિકાર છે, તો હું મારો અધિકાર કેમ જવા દઉ?
મારી પાસે હાર્ડ કોપી ના હોવાથી મેં ચૂંટણી વિભાગના અધિકારીઓને રજૂઆત કરી છે કે, મોબાઈલમાં ડિજિટલ આઈડી ચલાવો. મારી પાસે પાસપોર્ટથી માંડીને ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ સહિતના તમામ પુરાવા છે. આથી વ્યવસ્થાના ભાગરૂપે હું રજૂઆત કરું છું. જો પ્રકારની વ્યવસ્થા હશે, તો લોકો વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાશે. આજકાલની જનરેશન જે મોબાઈલ તરફ વળી છે. PM મોદી પણ ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે, પરંતુ મતદાન પ્રક્રિયામાં જ ડિજિટલ ઈન્ડિયાનો અમલ નથી થઈ રહ્યો.
આ સંદર્ભે કિર્તીદાન ગઢવીએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી કે, હું સ્પેશિયલ અમદાવાદથી મતદાન કરવા માટે આવ્યો છું. મારું નામ મતદાર યાદીમાં છે, માત્ર ફિજિકલ આઈડી ના હોવાથી મને મતદાન નથી કરવા દેવામાં આવતુ. આખરે પોણા કલાક બાદ કિર્તીદાન ગઢવીએ પોતાના આધાર કાર્ડની ઝેરોક્સ કૉપીમાં સહી કરીને ચૂંટણી અધિકારીને રજૂ કરતાં તેમને મતદાન કરવા દેવામાં આવ્યું હતુ.આ સંદર્ભે કિર્તીદાન ગઢવીએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી કે, હું સ્પેશિયલ અમદાવાદથી મતદાન કરવા માટે આવ્યો છું. મારું નામ મતદાર યાદીમાં છે, માત્ર ફિજિકલ આઈડી ના હોવાથી મને મતદાન નથી કરવા દેવામાં આવતુ. આખરે પોણા કલાક બાદ કિર્તીદાન ગઢવીએ પોતાના આધાર કાર્ડની ઝેરોક્સ કૉપીમાં સહી કરીને ચૂંટણી અધિકારીને રજૂ કરતાં તેમને મતદાન કરવા દેવામાં આવ્યું હતુ.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button