એક નવપરણીત યુગલ તો એક 80 વર્ષથી વધુ વયનું કપલ;સામે આવી બે આઇકોનિક તસવીર
ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022)ના પ્રથમ તબક્કાનું મતદાન આજે સવારે 8 વાગ્યાથી શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. ત્યારે સૌરાષ્ટ્રના જામ ખંભાળિયામાંથી વોટિંગ રાઇટ્સનું મહત્ત્વ બતાવતી અને એ સાથે જ લોકોને વોટ કરવા અપીલ કરતી બે આઇકોનિક તસવીર સામે આવી છે.
અહીં લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખંભાળિયા. ભાગ નં. 132 ખાતે નવપરણીત યુગલે પરીવાર સાથે મતદાન કર્યું હતું. તેમજ લોકોને અપીલ કરી છે કે, તેઓ પણ જરૂરથી વોટ કરે.
ખાલી યુવા વર્ગ જ નહીં સીનિયર સીટિઝનમાં પણ વોટિંગ કરવાનો એવો જ ઉત્સાહ છે. એક 80+ મતદાર યુગલે ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહીનો અવસર ઉજવ્યો હતો. તેમજ તમામ મતદારોને અચૂક મતદાન કરવા અંગે અપીલ કરી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button