અપશબ્દો માત્ર ખડગે જ નહીં, આખી કોંગ્રેસની માનસિકતા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી વિરુદ્ધ કહેલા અપશબ્દો પર રાજકારણ ગરમાયુ છે અને આ મુદ્દે ભાજપ તરફથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જ નહીં પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર પણ નિશાન સાધવામાં આવી રહ્યું છે. હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ખડગેના રાવણ વાળા નિવેદન પર નિશાન સાધ્યું છે. અમદાવાદમાં રક્ષા મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ ચૂંટણીમાં અપશબ્દોનો ઉપયોગ કરી રહી છે. અયોગ્ય શબ્દોનો ઉપયોગ સ્વસ્થ રાજકારણની નિશાની નથી.
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાન મોદી માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે માત્ર તેમના નથી. આ સમગ્ર કોંગ્રેસની માનસિકતાનું પરિણામ છે. તેમણે કહ્યું કે, કોઈને રાવણ કહેવો એ ધિક્કારપાત્ર કૃત્ય છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે બધાને સાથે લઈને ચાલે છે. ભાજપ ધ્રુવીકરણની રાજનીતિમાં માનતું નથી.
આ અગાઉ સંબિત પાત્રએ પણ કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું હતું કે આ માત્ર વડાપ્રધાનનું અપમાન નથી પણ ગુજરાતની જનતાનું અપમાન છે અને ગુજરાતની જનતા મતદાન કરીને આનો બદલો લેશે. સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે આ ખજના શબ્દો નથી પણ સોનિયા અને રાહુલ ગાંધીના શબ્દો છે.
શું કહ્યું હતું ખડગેએ?
ગુજરાતમાં જનસભાને સંબોધિત કરતી વખતે ખડગેએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન પોતાનો ચહેરો બતાવીને લોકોને વોટ આપવા માટે કહી રહ્યા છે, પછી તે મ્યુનિસિપલ ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી કે સંસદની ચૂંટણી. શું તમે (નરેન્દ્ર મોદી) રાવણની જેમાં 100 માથાવાળા છો?
PMએ મારી સરખામણી શૂર્પણખા સાથે કરી – રેણુકા ચૌધરી
રાવણ વાળા નિવેદન પર થયેલા આ વિવાદ વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રેણુકા ચૌધરીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદીએ એકવાર તેમની સરખામણી શૂર્પણખા સાથે કરી હતી, ત્યારે મીડિયા ક્યાં હતું? રેણુકા ચૌધરીના આ ટ્વીટ બાદ 2018માં પીએમના નિવેદનની ઘણી વીડિયો ક્લિપ વાયરલ થવા લાગી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button