દોગલા નેતાઓની મુત્સદિ ભાજપ કોંગ્રેસમાંથી કોનું જહાજ ડુબાડશે ? ‘આપ’ રેસમાંથી બહાર
આ છેલ્લા બે દિવસ ખુબ મહત્વના, કોણ સાથે છે કોણ છે દોગલા ? ઉમેદવારો સ્કેનિંગ કરી રહ્યા છે, આખી ચૂંટણીમાં છેલ્લા બે દિવસો ખુબ મહત્વના હોય છે, તેવામાં આ રણનીતિમાં મીડીયાને કોરાણે કરતા નેતાઓની થતી હોય છે અગ્નિપરીક્ષા
રાજકીય પક્ષોની ચૂંટણી રણનીતિમાં મહત્વના હોય છે મતદાન દિવસના આગલા બે દિવસો, ખંભાળિયા વિધાનસભા સીટ પર મીડીયા સૂત્રો પ્રાપ્ત જાણકારી એવું જણાવે છે કે આપમાં ઉછલકુદ કરતા મોટાભાગના નેતાઓને પૈસાના જોરે ખીલે બાંધી દેવામાં આવ્યા છે. જયારે ભાજપ કોંગ્રેસના ઉછળકુદ કરતા નેતાઓ હજુ પણ એની બોલી લગાવી રહ્યા છે.
જાણવા મળતી વિગતો અનુસાર કોંગ્રેસના નેતાઓએ પૈસાના જોરે અનેક નેતાઓને ખીલે બાંધી લીધા છે, પરંતુ ભાજપના નેતાઓની વાયદા બજાર આ રણનીતિમાં પાછળ રહી ગયું છે.
નામ ન આપવાની શરતે ભાજપના કેટલાંક નેતાઓ જણાવે છે કે ઓફિસ મેનેજમેન્ટ શૂન્ય રહ્યું છે, અનેક કાર્યકર્તાઓ ખર્ચની રકમ મેળવવાથી વંચિત રહી ગયા છે, સ્વાભાવિક છે તેની નારાજગી મતદાનના દિવસે કારિગરી કરશે, તો કોંગ્રેસમાં પણ કેટલાંક કાર્યકર્તાઓને પૈસાના અભાવે બહારનો દરવાજો દેખાડવામાં આવતાં તે છાવણીમાં પણ નારાજ તત્વો છે ખરા.
આમ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કે કાર્યકર્તાઓની નારાજગી વિવાદોમાં તો બહાર ના આવે પરંતુ મતપેટીઓમાં આ નારાજગી છલકાવવામાં આવા કારીગરો કોઈ કચાશ રાખતા હોતા નથી, તેવામાં આ સીટ પર જે જીતશે તેની આ કારીગરી સુચારુ હશે અને જે હારશે તે ક્યાંયને ક્યાંય આ બાબતે કમજોર પુરવાર ચોક્કસ થશે.
ચૂંટણી આરંભે ખુબ ઉછાલો લાવનાર આમ આદમી પાર્ટીએ અનેક મતદારોમાં આશા જગાવી જરૂર હતી પરંતુ આર્થિક મેનેજમેન્ટમાં તેઓ કાચા પડ્યા હોવાનું જાણવા મળે છે, જાણવા તો એવું પણ મળે છે કે આપના ઉછળકુદ કરતાં નેતાઓને ભાજપના અને કોંગ્રેસના નેતાઓ દ્વારા નાથી લેવામાં સફળતા મેળવી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button