મતદાન મથક પર જવા સ્ટાફનો કાફલો રવાના
આવતીકાલે સવારે સાત કલાકથી મતદાન ચાલુ થતું હોય, ચૂંટણીતંત્ર તરફથી આજે ઈવીએમ મશીન અને પોલિંગ બુથના ઓર્ડરો આપીને ટીમોને રવાના કરવામાં આવી રહી છે.
પોરબંદર જિલ્લામાં આ કામગીરી માધવાની કોલેજમાં ગોઠવવામાં આવી છે અને અહીંથી જિલ્લાના તમામ બુથો પર ટીમ રવાના કરવામાં આવી રહી છે.
દ્રશ્યમાં પોલિંગ ટીમો અને આવતીકાલે તૈનાત થનાર સ્ટાફ નજરે ચડી રહ્યા છે.
પોરબંદરની માધવાણી કોલેજ અને જવાહર નવોદય વિદ્યાલયના રિસીવિંગ અને ડિસ્પેસિંગ સેન્ટર ખાતે પોલિંગ સ્ટાફે શિસ્તબધ્ધ રીતે પૂર્વ તૈયારી કરી
ગૌરવ લોકશાહીનું :અવસર મતદાનનો: પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુતિયાણાની વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા આવતીકાલના મતદાનની કામગીરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ મતદારો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી છે. પોરબંદરની માધવાણી કોલેજ અને જવાહર નવોદય વિદ્યાલય ખાતે ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફમાં કામનો ભાર નહીં પરંતુ અવસરનો આનંદ જોવા મળતો હતો.
પોરબંદર જિલ્લામાં ૧૪ સખી મતદાન મથકો ઊભા થવાના છે. એમાંનું એક વનાણા મતદાન મથકમાં ફરજ પર મુકાયેલા મહિલા કર્મચારીઓએ જવાહર નવોદય વિદ્યાલયના સેન્ટર ખાતે ઉત્સાહપૂર્વક તૈયારી કરી ત્યારની તસવીરો
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button