શું તમારા દિવામાં પણ બને છે શુભ આકૃતો?

હિંદુ ધર્મમાં દરરોજ પૂજા બાદ દિવો કરવામાં આવે છે. જ્યારે આપ દરરોજ સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે ભગવાન દ્વારા પણ આપણને કેટલાક સંકેત મળવા લાગે છે. જોકે આ સંકેત સૌને મળે, અથવા સૌને સમજાય એ જરૂરી નથી.

અમારા જ્યોતિષ એક્સપર્ટ ડૉ. રાધાકાંત વત્સ જણાવે છે કે, ભગવાનની નિયમિત પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ભક્તને પોતાની પ્રસન્નતાના સંકેત પણ આપે છે. આ સંકેત મુખ્યત્વે દિવા દ્વારા જોવા મળે છે.

દિવો પ્રગટાવ્યા બાદ જ્યારે તેમાં જ્વાળા થાય ત્યારે તેમાં ઘણી અલગ-અલગ પ્રકારની આકૃતિઓ જોવા મળે છે, જે ભગવાનનાં વિવિધ સંકેતો દર્શાવે છે. ક્યારેક દિવામાં ફૂલ બને છે તો ક્યારેક ત્રિશૂળ. ચાલો આજે જાણીએ આ આકૃતિઓ દ્વારા મળતા સંકેતનો અર્થ.

દીપકની વાટમાં ફૂલ બનવું
જો તમારા દિવામાં ફૂલ બનતું હોય તો તેનો અર્થ એ છે કે, તમારી પૂજા ભગવાન સુધી પહોંચી ગઈ છે અને તમારી પૂજાથી ભગવાન સંતુષ્ટ છે. ભગવાન તમારી સાથે જ છે અને કોઈને કોઈ રૂપે તમારી મદદ કરી રહ્યા છે.

દિવાની જ્વાળામાં ત્રિશૂળ બનાવવું
જો તમારા દિવામાં ત્રિશૂળની આકૃતિ બનતી હોય તો તેનો અર્થ એ છે કે, ભગવાન શિવની તમારા પર અસીમ કૃપા છે. દરેક પરિસ્થિતિમાં ભગવાન તમારું રક્ષણ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, તમે કોઈ પણ પૂજા કરો તો પણ તે બધા જ ભગવાન સુધી પહોંચે છે.

દિવાની જ્વાળામાં ચક્ર બનવું
જો તમારા દિવામાં ચક્રની આકૃતિ બનતી હોય તો તેનો અર્થ એ છે કે, તમારા જીવનમાં અખૂટ ખુશીઓનું આગમન થવાનું છે, તેનાથી તમને ધન લાભ તો થશે જ, સાથે-સાથે તમને દરેક કામમાં સફળતા પણ મળશે.

દિવાની જ્વાળામાં મોરપંખ કે વાંસળી બનવી
દિવાની જ્વાળામાં મોરપંખ કે વાંસળી બનવાનો અર્થ એ છે કે, ભગવાન શ્રી કૃષ્ણ તમારા પર ખુશ અને તમને ખૂબ પ્રેમ કરે છે. આ સિવાય આ બંને આકૃતિઓનો અર્થ એ પણ થાય છે કે, તમને બહુ જલદી શત્રુઓથી છૂટકારો મળશે અને તમારા લગ્નજીવનમાં પણ મધુરતા આવશે.

તો હતા દિવાની જ્વાળામાં બનતી આકૃતિઓના શુભ સંકેત. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.