કાયદાની ધાક બતાવી પોલીસો ગેરકાયદે કામ કરવા લાગ્યા

સેન્ટ્રલ- વેર્સ્ટન રેલવે સ્ટેશનો પર તહેનાત રેલવે પોલીસ જ પ્રવાસીઓને લૂંટતા હોવાની અનેક ફરિયાદો થઈ છે તેથી હવે રેલવેના એડીશનલ ડીજી પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવશે. તેઓ અચાનક દરોડા પાડીને ગેરકામ કરનારા પોલીસોને પકડશે. રેલવે પોલીસો ગેરકાયદે વસ્તુઓની તસ્કરી કરનારા પ્રવાસીઓને પકડી તેમને કાયદાનો ડર બતાવી લૂંટતા હોવાના કિસ્સા સામે આવ્યા છે.

સ્ટેશનો પર ઘણા પોલીસ કર્મચારીઓ ગણવેશ ન પહેરીને, નિયમોના ઉલ્લંધન કરી પ્રવાસીઓના સામાન તપાસે છે. તાજેતરમાં કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનના બે પોલીસોએ એક પ્રવાસીની બેગમાંથી મળેલો નશીલો પદાર્થ પોતાની પાસે રાખી તેની તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. તે પહેલાં એક પોલીસે કોઈ પ્રવાસીની વિદેશી ચલણ લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો.

વ્યસનની વસ્તુઓ લઈ જનારા કે સોનાના દાગીનાની ગેરકાયદે હેરફેર કરનારા વ્યાપારીઓ જ્યારે પકડાય તો તેમને આ પોલીસો કાયદાની ધમકી આપો તેમનો સામાન લૂંટી લે છે. આવા અનેક કેસમાં પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે. આવા કેસ અટકાવવા માટે રેલવે સ્ટેશનો પર અચાનક છાપે મારી કરીને પોલીસોને પકડવામાં આવશે તેવી માહિતી એડીશનલ ડીજી પ્રજ્ઞાા સરવદે આપી હતી.

સ્ટેશનો પર પ્રવાસીઓના બેગ તપાસવા માટે પોલીસોએ કેટલાંક નિયમો પાડવા પડે છે. જેમકે તેમણે યુનિફોર્મમાં હોવું જરૃરી છે, બીજું કે તેમના ગળામાં બેગ ચેકીંગ ડયુટીનું આઈકાર્ડ હોવું જોઈએ. પ્રવાસીના બેગને સીસીટીવી અને પોલીસ અધિકારીઓ સમક્ષ જ ખોલી શકાય.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.