ડિજિટલ યુગમાં વધુ એક કદમ, કાલથી ઈ-રૂપી ચલણમાં

કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી દેશમાં ચલણ સ્વરૂપે ડિજિટલ મનીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે ભારતીય ચલણ રૂપિયાને ડિજિટલ યુગમાં લઈ જવાની દિશામાં આરબીઆઈએ વધુ એક પગલું ભર્યું છે. ભારતીય રિઝર્વ બેન્કે ૧ ડિસેમ્બરથી રિટેલ ડિજિટલ રૂપિયો લોન્ચ કરવાની જાહેાત કરી છે. આ રિટેલ ડિજિટલ રૂપિયાથી સામાન્ય માણસ દુકાનોમાં ખરીદી કરી શકશે. આરબીઆઈએ આ ડિજિટલ કરન્સીને સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) નામ આપ્યું છે. સામાન્ય માણસો રિટેલમાં આ ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરી શકે તે માટે ગુરુવારથી ચાર શહેરોમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ થશે.

ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, પાયલટ પ્રોજેક્ટ દરમિયાન ડિજિટલ રૂપિયાનું નિર્માણ, વિતરણ અને રિટેલ ઉપયોગની સંપૂર્ણ પ્રક્રિયાનું ટેસ્ટિંગ કરાશે. પાયલટ પ્રોજેક્ટમાં ડિજિટલ રૂપિયાનું ચલણ દેશના ચાર શહેરો દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ અને ભુવનેશ્વરમાં શરૂ કરાશે. ત્યાર પછી બીજા તબક્કામાં અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, કોચ્ચિ, લખનઉ, પટના અને શિમલા જેવા શહેરોમાં ડિજિટલ ચલણ શરૂ કરાશે.

આરબીઆઈના જણાવ્યા મુજબ પાયલટ પ્રોજેક્ટમાં ચાર બેન્કો ભારતીય સ્ટેટ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, યસ બેન્ક અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક ચાર શહેરોમાં રિટેલ ડિજિટલ રૂપિયા જારી કરવાનું કામ કરશે. ત્યાર પછી અન્ય ચાર બેન્કો બેન્ક ઓફ બરોડા, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક પણ આ પ્રોજેક્ટ સાથે જોડાશે. આમ કુલ ૮ બેન્કો ડિજિટલ રૂપિયા જારી કરશે.

આ બેન્કો એકદમ કાગળની નોટ જેવા આકારમાં જ ડિજિટલ રૂપિયા જારી કરશે. ડિજિટલ વોલેટના માધ્યમથી વ્યક્તિથી વ્યક્તિ અથવા વ્યક્તિથી દુકાનદાર, વેપારી વચ્ચે નાણાકીય વ્યવહાર થઈ શકશે. સામાન્ય માણસ વસ્તુઓની ખરીદી માટે ડિજિટલ રૂપિયાની ચૂકવણી કરવી હોય તો તે ક્યુઆર કોડ મારફત કરી શકશે. આ સિવાય ડિજિટલ રૂપિયાથી સામાન્ય માણસો પરસ્પર પણ લેવડ-દેવડ કરી શકશે. આ ડિજિટલ રૂપિયા યુઝર્સ મોબાઈલ ફોન અથવા અન્ય ડિવાઈસમાં બેન્કો દ્વારા અપાતા વોલેટમાં સ્ટોર કરી શકશે. વધુમાં આ ડિજિટલ રૂપિયા રાખવા માટે કોઈ બેન્કમાં ખાતાની જરૂર નહીં પડે. મહત્વની બાબત એ છે કે આ ડિજિટલ રૂપિયા વોલેટમાં રાખવા પર બેન્કો તરફથી કોઈ વ્યાજ ચૂકવાશે નહીં. જ્યારે હાલ કાગળની નોટોને બેન્કોના ખાતામાં મૂકવા પર ગ્રાહકોને વ્યાજ મળે છે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે ડિજિટલ રૂપિયાનું મૂલ્ય કાગળની નોટોના મૂલ્ય સમાન જ હશે. તમે ઈચ્છો તો ડિજિટલ રૂપિયા બેન્કમાં આપીને કાગળની નોટો પણ મેળવી શકો છો. આરબીઆઈએ ડિજિટલ ચલણને બે કેટેગરીમાં વિભાજિત કર્યું છે, જેમાં હોલસેલ માટે સીબીડીસી-ડબલ્યુ અને રિટેલ માટે સીબીડીસી-આરનો સમાવેશ થાય છે. આરબીઆઈએ કહ્યું કે, સીબીડીસી માટે કોમર્શિયલ બેન્કો નહીં, આરબીઆઈ જવાબદાર હોવાથી તે વર્તમાન ડિજિટલ નાણાં કરતાં અલગ પડશે.

આરબીઆઈએ કહ્યું કે, ડિજિટલ રૂપિયાનો આશય વર્તમાન નાણાકીય વ્યવસ્થાને બદલવાનો નહીં, પરંતુ તેમાં વપરાશકારોને વધારાની સુવિધા પૂરી પાડવાનો છે. ટેક્નોલોજીના આ યુગમાં ડિજિટલ રૂપિયો ભારતના ડિજિટલ અર્થતંત્રમાં વધુ ગતિ લાવશે અને નાણાકીય સમાવેશ વધારશે. આજે સામાન્યમાં સામાન્ય માણસ પણ મોબાઈલનો વપરાશ કરતો થયો છે ત્યારે નાણાકીય સિસ્ટમ સુધી તેની પહોંચ વધશે અને પેમેન્ટ સિસ્ટમ વધુ કાર્યક્ષમ થશે.

ભારતના અર્થતંત્રને ડિજિટલ સ્વરૂપમાં વિકસિત કરવાની દિશામાં આરબીઆઈનું આ પગલું ઘણું જ મહત્વપૂર્ણ છે. આરબીઆઈએ આ પહેલાં ૧ નવેમ્બરથી હોલસેલ સેગમેન્ટ માટે ડિજિટલ રૂપિયો લોન્ચ કર્યો હતો. હોલસેલ સેગ્મેન્ટમાં પ્રાયોગિક ધોરણે સરકારી સિક્યોરિટીઝમાં સેકન્ડરી માર્કેટના નાણાકીય વ્યવહારોની પતાવટ કરવાની છૂટ અપાઈ હતી. હવે રિટેલ સેગ્મેન્ટમાં આ પ્રાયોગિક પ્રોજેક્ટમાં મળનારા અનુભવોના આધારે આગામી તબક્કામાં દેશમાં તેના ચલણમાં વધુ પ્રસાર કરાશે.

બીજા તબક્કામાં આ શહેરોમાં વ્યાપ વધારાશે

અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, કોચ્ચિ, લખનઉ, પટના અને શિમલા જેવા શહેરોમાં ડિજિટલ ચલણ શરૂ કરાશે.

શું છે આ ડિજિટલ રૂપિયો?

ભારતનું ડિજિટલ ચલણ ક્રીપ્ટોકરન્સી નથી. બન્નેના સર્જન માટે બ્લોકચેઈન ટેકનોલોજીનો ઉપયોગ ચોક્કસ થશે પણ બન્ને વચ્ચે ફરક છે. એક, તેને સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈની માન્યતા હશે એટલે તે ભારતના ચલણ રૂપિયાની ડિજિટલ સ્વરૂપ હશે.

બીટકોઈન કે એથેરમ કે શિબુ જેવા વર્તમાન ક્રીપ્ટોને કોઇપણ દેશની સેન્ટ્રલ બેન્કે માન્યતા આપી નથી.  જેમ રૂ.૧૦૦ની નોટનું મૂલ્ય સમગ્ર દેશમાં એક જ સમાન છે તેમ ડિજિટલ સ્વરૂપના ચલણનું મૂલ્ય પણ નિશ્ચિત અને સમાન જ હશે. અત્યારે પણ આપણે પે-ટીએમ કે ફોન-પે કે અન્ય ડિજિટલ વોલેટમાં આ રીતે જ ડિજિટલ ચલણનો ઉપયોગ કરી રહ્યા છીએ. ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડનો ઉપયોગ પણ ડિજિટલ સ્વરૂપમાં થઇ રહ્યો છે. છતાં રોકડ નોટ અને સિક્કા પણ છે.  ભવિષ્યમાં નોટોના સ્થાને માત્ર ડિજિટલ રૂપિયો જ હોય એવું પણ બની શકે! કેન્દ્ર સરકારના ડિજિટલ રૂપિયાની જાહેરાત બજેટ ૨૦૨૨-૨૩માં કરી હતી. ડિજિટલ ચલણથી ધીમે ધીમે કરન્સી નોટ અને સિક્કા છાપવા પાછળનો ખર્ચ ઘટી જશે. દરેક નાણાકીય વ્યવહાર ડિજિટલ હશે એટલે તેના ઉપર દેખરેખ શક્ય બનશે અને તેના ઉપર ટેક્સની વસૂલાત પણ સરળ બનશે એ ડિજિટલ ચલણના ફાયદા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.