ધ કશ્મીર ફાઇલ્સને વલ્ગર કહેનાર નદાવ લપિડ ચુંગલમાં ફસાયો
આઇએફએફઆઇ 2022ના જ્યૂરી ચેરમેન ઇઝરાયલના નદાવ લપિડે ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ધ કશ્મીર ફાઇલ્સને વલ્ગર જણાવી હતી.
આઇએફએફઆઇ ફેસ્ટિવલ હાલ ગોવામાં ચાલી રહ્યો હતો. તેની ક્લોઝિંગ સેરેમની દરમિયાન ઇઝરાયલના જ્યુરી ચેરમેન નદાવ લપિડે વિવાદીત ટીપ્પણી કરી હતી.તેણે ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સ વિશે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કોમ્પિટિશન માટે ૧૫ ફિલ્મો હતી. ૧૪ ફિલ્મો કળાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ હતી. જ્યારે ૧૫મી ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સ હતી જે જોઇને સંપૂર્ણ જ્યૂરી વિચલિત અને સ્તબ્ધ થઇ ગઇ હતી. અમને બધાન ેએક જ સમાન વિચાર આવ્યો હતો કે, આ એક સંપૂર્ણ પ્રોપેગેન્ડા ફિલ્મ હતી, જેને આઇએફએફઆઇનો હિસ્સો બનવાની જરૂર નહોતી.
નવાદની ફિલ્મ વિશેની આવી ટીપ્પણી પછી બોલીવૂડમાં થી એક પછી એક માંધાતાઓની ટીપ્પણી નવાદ પર આવી રહી છે.
એટલું જ નહીં નવાદની આ કોમેન્ટ પછી સુપ્રિમ કોર્ટનો એક વકીલ સ્તબ્ધ થઇ ગયો છે. તેણે મંગળવારે નવાદના વિરુદ્ધ આરોપ મુક્યો છે કે, ફિલ્મ ધ કશ્મીર ફાઇલ્સને અશ્લીલ અને દુષ્પ્રચાર કહીને કશ્મીરના હિંદુ સમુદાયના બલિદાનને ગાળ આપી છે. લપિડે પોતાની વાતને આડી-અવળી ફેરવીને અને હિંદુ સમુદાયને ભડકાવાના ઇરાદાથી કહી છે.
વકીલ વિનીત જિંદલે પોતાની ફરિયાદમાં વધુમાં કહ્યું છે કે,કશ્મીરમાં થયેલા ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હિંદુ નરસંહારની સાચી વાર્તા પર આધારિત એક ફિલ્મને પ્રચાર અને અશ્લીલ જણાવીને કશ્મિરમાં હિંદુઓના બલિદાન માટે ગાળ સમાન છે. તેમજ હિંદુ સમુદાયને નિશાન બનાવીને આપણા દેશમાં નફરત ફેલાવી રહ્યો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button