મોંઘવારી : સ્મૃતિ ઈરાનીની ગુજરાત ચૂંટણી સભા પહેલા મોટો વિવાદ
- ગાંધીધામમાં સ્મૃતિ ઈરાનની સભામાં કોંગ્રેસ-આપ કાર્યકરોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો
- મોંઘવારીનો મુદ્દો લઈ સભામાં પહોંચે તે પહેલા કોંગ્રેસ અને આપના કાર્યકરોની અટકાયત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કચ્છના ગાંધીધામમાં પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીમંત્રી સ્મૃતિ ઈરાનીની સભા પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવાની ઘટના સામે આવી છે. કોંગ્રેસ અને આપના કાર્યકરો મોંઘવારીનો વિરોધ કરવા સ્મૃતિ ઈરાનીની સભામાં પહોંચવાના હતા જોકે તે પહેલા પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી લીધી છે.
મોંઘવારીનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ-આપના કેટલાક કાર્યકરોની અટકાયત
દરમિયાન આજે કચ્છના ગાંધીધામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ સ્મૃતિ ઈરાનની સભાનું આયોજન કરાયું હતું. આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરાઈ હતી. આ માટે ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ સ્મૃતિ ઈરાનીની આગતા-સ્વાગતા માટે પણ તૈયારીઓ કરી લીધી હતી. જોકે સ્મૃતિ ઈરાનીની સભા શરૂ થાય તે પહેલા જ મોંઘવારીનો પ્રશ્ન સામે આવી ગયો હતો. ગાંધીધામમાં સ્મૃતિ ઈરાનીની યોજાનાર સભા પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ શરૂ કરી દીધો છે. આ બંને પક્ષોના કાર્યકરો મોંઘવારીનો મુદ્દો લઈને સ્મૃતિ ઈરાનીની સભામાં જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે પહેલા જ પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. આમ કચ્છ જિલ્લાના ગાંધીધામમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ચૂંટણી સભા શરૂ થાય તે પહેલા જ મોંઘવારીનો મોટો વિવાદ ટળ્યો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button