ધાનાણીનો પાટીલ પર મોટો ઘા:’AAP ભાજપનું અનૈતિક સંતાન’
જ્યાં કોંગ્રેસના નાના કાર્યકર્તાથી લઈને ધારાસભ્ય સુધી મજબૂત જનસંપર્ક ધરાવતા હોય. અમરેલી જિલ્લાની બેઠકો આવી જ યાદીમાં સામેલ થાય છે. અહિંની અમરેલી વિધાનસભા બેઠકથી પરેશ ધાનાણી ચોથી વખત ચૂંટણી લડી રહ્યા છે. એક ખેડૂત પુત્ર, જેણે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠનથી રાજકારણ ક્ષેત્રે શરૂઆત કરી અને વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકેની પણ જવાબદારી નિભાવી. કોંગ્રેસની યુવા ટીમમાં પ્રખર વક્તા અને ભાજપના દિગ્ગજ નેતાઓને હરાવવાનો રેકોર્ડ પરેશ ધાનાણીના નામે રહ્યો છે.
આ વખતની ચૂંટણીના પડકાર, વિધાનસભા વિસ્તારમાં એન્ટિ ઈન્કમબન્સીની અસર, પક્ષપલટુઓના કારણે થયેલી કોંગ્રેસની સ્થિતિ અંગે સવાલો કર્યા હતા.
સવાલ: અરવિંદ કેજરીવાલ કહે છે કે કોંગ્રેસને માત્ર પાંચ સીટો જ મળશે તમારુ શું માનવું છે?
પરેશ ધાનાણીઃ ગુજરાતમાં ઘણાં પોતીકા સબળ નેતાઓએ ત્રીજો પક્ષ ઉભો કરવાનો પ્રયાસ કરે છે. પણ ગુજરાતની પ્રજા ક્યારેય સાથ નહીં આપે. જ્યારે આમ આદમી પાર્ટી તો ભાજપનું અનૈતિક સંતાન છે. ગુજરાતે નક્કી કર્યું છે કે 2022માં આપ આવે કે આવે એનો બાપ, ગુજરાતના લોકો સૌને કરી નાખશે સાફ.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button