કોંગ્રેસે લખણ લટકાવ્યું, તમારા રાવણની જેમ 100 માથા છે?’ PM મોદીનું અપમાન’
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે પ્રચારનો આખરી દિવસ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. હકીકતમાં ગુજરાતમાં એક ચૂંટણી જનસભાને સંબોધન કરવા દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીના ચહેરા પર વોટ માંગવાને લઈને કટાક્ષ કર્યું હતો. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી દરેક ચૂંટણીમાં દેખાય છે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, વડાપ્રધાન મોદી દરેક વખતે પોતાની વાત કરે છે. દરેક મુદ્દા પર કહે છે કે, મોદીનો ચહેરો જોઈને વોટ આપો. જેના પર ખડગેએ સવાલ ઉઠાવતા કહ્યું કે, કેટલી વખત તમારો ચહેરો જોઈએ? કોર્પોરેશનની ચૂંટણીમાં તમારો ચહેરો જોઈએ, વિધાનસભા ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોઈએ અને લોકસભા ચૂંટણીમાં પણ તમારો ચહેરો જોઈએ. દરેક ચૂંટણીમાં તમારો જ ચહેરો જ જોઈએ, કેટલા ચહેરા છે તમારા? શું તમારા રાવણની જેમ 100 માથા છે? મને સમજણ નથી પડતી.
मोदी जी प्रधानमंत्री हैं। वह काम छोड़कर नगर निगम का चुनाव, MLA का चुनाव, MP के चुनाव में प्रचार करते रहते हैं।
हर वक्त अपनी ही बात करते हैं – 'आप किसी को मत देखो, मोदी को देखकर वोट दो।'
आपकी सूरत कितनी बार देखें? आपके कितने रूप हैं? क्या रावण की तरह 100 मुख हैं?
– @kharge जी pic.twitter.com/Iy6hYQfuhc
— Congress (@INCIndia) November 29, 2022
અગાઉ મલ્લિકાર્જુન ખડગેએ ઈમોશનલ કાર્ડને લઈને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. એક રેલીમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, તમારા જેવા વ્યક્તિ, જે હંમેશા ક્લેમ કરે છે કે, હું ગરીબ છું. અરે ભાઈ અમે પણ ગરીબ છીએ. અમે તો અછૂતોમાં આવીએ છીએ. તમારા હાથથી કોઈ ચા તો પીવે છે, મારા હાથે તો કોઈ ચા પણ નથી પીતુ. આમ છતાં તમે કહી રહ્યાં છો કે, હું ગરીબ છું.
સોનિયા ગાંધીના કહેવા પર વડાપ્રધાનનું અપમાન
ખડગેના નિવેદન પર ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પલટવાર કરતાં જણાવ્યું કે, PM મોદીને રાવણ કહેવું ઘોર અપમાન છે. મલ્લિકાર્જુન ખડગેએ સમગ્ર ગુજરાતનું અપમાન કર્યું છે. આવું કહેવું ખડગેનું નહીં પરંતુ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું છે. સોનિયા ગાંધીના કહેવા પર વડાપ્રધાન મોદીનું અપમાન કરવામાં આવ્યું છે.
जब भ्रष्टाचारी गाली देते हैं तो ये तय होता है कि हमारे प्रधानमंत्री जी कुछ अच्छा कर रहे हैं, जब टुकड़े-टुकड़े गैंग वाले गाली देते हैं तो ये तय होता है कि प्रधानमंत्री जी देश को जोड़ रहे हैं।
– डॉ. @sambitswaraj pic.twitter.com/Z4mPeIdAfJ
— BJP (@BJP4India) November 29, 2022
સોનિયા ગાંધીએ તો વડાપ્રધાન મોદીને મોતના સોદાગર કહ્યાં હતા. મિસ્ત્રીએ મોદીને મોદીને ઓકાત દેખાડવાની વાત કહી હતી. જ્યારે વડાપ્રધાન મોદીએ આતંકવાદને ઓકાત દેખાડી છે. PM મોદીને ક્રૂર, વાંદરા અને રાક્ષસ સુધી કહેવામાં આવ્યા છે. ગાંધી પરિવાર PM મોદીને નફરત કરે છે. ગાળોનો બદલો વોટથી લેવાનો છે. ગુજરાતની જનતા પોતાના વોટથી આ અપમાનનો બદલો લેશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button