નણંદ બાદ સસરા મેદાનમાં, પુત્રવધુને બદલે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ કરી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. પ્રથમ તબકકાની ચૂંટણી માટેની 89 બેઠકો પર આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર થંભી જશે ત્યારે તમામ રાજકીય પક્ષોના નેતાઓ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ભાજપે 78-જામનગર ઉત્તર બેઠક પર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે રવીન્દ્ર જાડેજા પણ પોતાની પત્નીને જીતાડવા માટે મેદાનમાં ઉતર્યા છે. રવીન્દ્ર જાડેજા પણ ચુનાવ પ્રચારમાં વ્યસ્ત બન્યો છે. તે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ રેલીઓમાં ભાગ લઇ રિવાબા જાડેજા માટે પ્રચાર કરી રહ્યો છે. રિવાબા પણ હાલ ચૂંટણી પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે.
બીજી તરફ રવિન્દ્ર જાડેજાના બહેન અને ભાજપ ઉમેદવાર રિવાબાના નણંદ નયનાબા જાડેજા કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરી રહ્યાં છે. આમ આ બેઠક ઉપર નણંદ અને ભાભી સામ-સામે પ્રચાર કરી રહ્યાં હોવાથી આ બેઠક હાઈપ્રોફાઈલ બની છે.
હવે, રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહે જાડેજાએ કોંગ્રસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને મત આપવા અપીલ કરી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button