ગેહલોત અને પાયલોટ બંને પાર્ટીની ધરોહર: રાહુલ ગાંધી
રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ વચ્ચે AICC સંગઠનના મહાસચિવ કેસી વેણાગોપાલ આજે સવારે 11:25 વાગ્યે જયપુર એરપોર્ટ પહોંચશે. ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા બેંગ્લોરથી જયપુર જશે. કેસી વેણુગોપાલ આજે જ રાત્રે 8:50 વાગ્યાની ફ્લાઈટ દ્વારા દિલ્હી પહોંચવાના છે. ભારત જોડો યાત્રા સંદર્ભે બેઠક યોજશે. સીએમ ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા બાદ બંને નેતાઓ પ્રથમ વખત આમને-સામને થશે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, યાત્રાની તૈયારીઓને લઈને એક બેઠક યોજવામાં આવશે પરંતુ એવું માનવામાં આવે છે કે, કેસી વેણુગોપાલ ગેહલોત અને પાયલોટ સાથે રાજકીય ખેંચતાણ અંગે ચર્ચા કરી શકે છે. તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર મહિનામાં કેસી વેણુગોપાલે રાજકીય સંકટને એક-બે દિવસમાં ઉકેલવાની વાત કરી હતી. પણ બે મહિના વીતી ગયા છતાં સ્થિતિ જેમ ની તેમ જ છે. ગેહલોત અને પાયલોટ કેમ્પના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ ચાલુ છે.
ગેહલોતના નિવેદમ બાદ રાજકીય ભૂકંપ
સીએમ ગેહલોતે સચિન પાયલોટને ગદ્દાર કહ્યા બાદ રાજકીય ભૂકંપ સર્જાયો છે. જોકે, કોંગ્રેસના રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ગેહલોત અને પાયલોટ બંને પાર્ટીની ધરોહર છે. હું દાવા સાથે કહી શકું છું કે, ભારત જોડો યાત્રા પર કોઈ અસર નહીં થાય. ભારત જોડો યાત્રા 4 ડિસેમ્બરે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. આ અંગે ઉચ્ચસ્તરીય તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. યાત્રાનો રૂટ પણ લગભગ ફાઈનલ થઈ ગયો છે. સીએમ ગેહલોત અને પીસીસી ચીફ ગોવિંદ સિંહ દોતાસરાએ પણ કોંગ્રેસના અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ પણ આપી દીધા છે.
રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ વચ્ચે ભારત જોડો યાત્રાને મહત્વની માનવામાં આવે છે. પરંતુ ગેહલોત અને પાયલોટ જૂથના નેતાઓ દ્વારા રાજકીય નિવેદનોના કારણે રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. પાયલોટ કેમ્પના નેતાઓ સચિન પાયલટને સીએમ બનાવવાની માંગ કરી રહ્યા છે. પાયલોટ કેમ્પના મનાતા મંત્રી રાજેન્દ્ર સિંહ ગુડાનું કહેવું છે કે, યાત્રા પહેલા નેતૃત્વમાં પરિવર્તન થવું જોઈએ. જો કોંગ્રેસની સરકાર રીપીટ કરવી હોય તો સચિન પાયલટને સીએમ બનાવવા જોઈએ. જ્યારે ગેહલોત કેમ્પના મંત્રી પરસાદી લાલ મીણાનું કહેવું છે કે, જો રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન થશે તો સ્થિતિ પંજાબ જેવી થશે. તેમનું કહેવું છે કે પાયલોટ 35 દિવસ સુધી હોટલમાં રોકાયો હતો. આ માટે તેમણે રાજ્યની જનતાની માફી માંગવી જોઈએ. 25 સપ્ટેમ્બરે કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠકનો ગેહલોત તરફી ધારાસભ્યો અને મંત્રીઓએ બહિષ્કાર કર્યો હતો. સચિન પાયલટ ગેહલોત કેમ્પના મંત્રીઓ શાંતિ ધારીવાલ અને મહેશ જોશી પર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પરંતુ બે માસ જેટલો સમય વીતી જવા છતાં કોંગ્રેસ હાઈકમાન્ડે કોઈ કાર્યવાહી નથી કરી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button