ચીનમાં વૈશ્વિક શેરબજારોમાં કડાકો
ચીનના કડક ઝીરો કોવિડ લોકડાઉનના વિરોધમાં અનેક શહેરોમાં દેખાવો થયા પછી સોમવારે યુરોપ અને એશિયાના શેરબજારોમાં કડાકો જોવા મળ્યો હતો. હોંગકોંગના શેરબજારમાં ૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ ફ્યુચર્સમાં બે ટકાનો ઘટાડો અને ઓઇલના ભાવમાં બેરલ દીઠ બે ડોલરનો ઘટાડો નોંધાયો હતો.
દાયકાઓ પછી ચીનમાં સત્તાધારી પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી સામે દેખાવો થયા છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોનાના કેસોની સંખ્યા અમેરિકા અને અન્ય દેશો કરતા ઓછી છે આમ છતાં ચીનમાં લોકડાઉન લગાવવામાં આવતા લોકો નારાજ છે.
છેલ્લે મળેલા સમાચાર સુધીમાં જર્મનીનું શેરબજાર ડેક્સ ૦.૮ ટકા ઘટીને ૧૪,૪૨૧.૮૮ પોઇન્ટની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું. ફ્રાન્સનું શેરબજાર કેક-૪૦ ૦.૮ ટકા ઘટીને ૬૬૫૬.૧૮ પોઇન્ટની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું.બ્રિટનનું એફટીએસઇ-૧૦૦ ૦.૬ ટકા ઘટીને ૭૪૪૮.૧૦ની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું.
ટેલિકોમ ઉપકરણો બનાવતી ચીનની ટેલિકોમ કંપની ઝેટીએઇના ઉત્પાદનો પર અમેરિકામાં પ્રતિબંધ મૂકવામાં આવતા તેના શેરમાં ૪.૨ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો.
છેલ્વે મળેલા સમાચાર સુધીમાં ટોક્યોના નિક્કી-૨૨૫ ઇન્ડેક્સ ૦.૪ ટકા ઘટીને ૨૮,૧૬૨.૮૩ની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું. સિઓલનું કોસ્પી ૧.૨ ટકા ઘટીને ૨૪૦૮.૦૭ની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું. બ્રેન્ટ ક્રૂડ ૨.૬૦ ડોલર ઘટીને ૮૧.૧૧ ડોલરની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button