“હમ ક્યાં ચાહતે હૈ આઝાદી” ના નારા ચીનમાં કડક નિયંત્રણો પરત ખેંચાયા
ચીનથી ફેલાયેલ કોરોના વાયરસ પુરી દુનિયામાં ફેલાયા બાદ આ વાયરસે લાખો લોકોના જીવ લીધા છે. ત્યારે પોતાનું સ્વરુપ પણ આ વાયરસે નવા નવા વેરિયેન્ટનાં રુપમાં બદલ્યુ છે. દેશભરમાં કોરોનાના નિયમો અને લોકડાઉન લાધ્યા બાદ ધીમે ધીમે દરેક જગ્યાએથી નિયમો હળવા પણ થઇ ગયા છે. ત્યારે હવે ચીનમાં કોરોના સામે લડવા માટે લાગુ કરવામાં આવેલા કડક નિયંત્રણોને લઇને લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
ચીનમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ પહેલીવાર છે જ્યારે ચીનની સરકારને લોકોના આંદોલનના કારણે પોતાના નિર્ણય બદલવો પડશે.
ચીનની સરકારનું કહેવું છે કે,ઝીરો કોવિડ પોલિસી અમલમાં રહેશે, પરંતુ હવે તેમાં રાહત આપવામાં આવશે.
બેઇજિંગમાં એપાર્ટમેન્ટ તરફ જતા રસ્તાઓ બ્લોક કરવામાં આવશે નહીં. આ સિવાય ગ્વાગ્ઝૂમાં માસ ટેસ્ટિંગના નિયમોમાં પણ રાહત આપવામાં આવી છે. શિનજિયાંગંમાં જ્યાં કોરોનાના કેસ ઓછા છે તે વિસ્તારો ખોલવામાં આવ્યા છે.
બેઇજિંગ વહીવટીતંત્ર કહે છે કે તે તેની કંટેનમેંટ પોલીસીને ઢીલ આપશે, જેના હેઠળ તે એપાર્ટમેન્ટ્સને બ્લોક કરી દેવામાં આવશે. જ્યાં વધુ કેસ મળી આવ્યા છે. હવે ગેટ બ્લોક કરવામાં આવશે નહીં અને કોઈની પણ એન્ટ્રીને રોકવામાં નહી આવે.
ચીનમાં સરકાર વિરુદ્ધ મહિનાઓથી બળવો ચાલી રહ્યો છે, પરંતુ શિનજિયાંગ પ્રાંતના ઉરુમકી વિસ્તારમાં આગમાં 10 લોકોના મોત થયા છે.બાદમાં ખુલ્લેઆમ વિરોધ શરૂ થયો હતો. આંદોલન શરૂ થયા બાદ શહેરમાં એક પછી એક દેખાવો થવા લાગ્યા હતા.
બેઇજિંગ, શાંઘાઈ,શિનજિયાંગ, વુહાન સહિત અનેક શહેરોની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ અને અન્યોએ સરકાર સામે એલાર્મ વધાર્યો છે.
આ વિરોધ પ્રદર્શનોને કારણે સમગ્ર વિશ્વમાં ચીનની છબી ખરડાઈ રહી છે. યુરોપ, એશિયા અને અમેરિકાના ઘણા શહેરોમાં ચાઈનીઝ નાગરિકોના સમર્થનમાં દેખાવો યોજાય રહ્યાં છે.
હોંગકોંગના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં ડઝનબંધ વિરોધીઓ, ચીની સરકાર વતી લાદવામાં આવેલા પ્રતિબંધોનો વિરોધ કર્યો આ સિવાય તુર્કીમાં પણ ચીન સરકાર વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ટોક્યોમાં એક રેલવે સ્ટેશન પર લગભગ 100 લોકોએ ચીન વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે.
મહત્વનું છે કે, ચીન આંદોલન કરનારા લોકો હમ ક્યાં ચાહતે હૈ આઝાદી…ના નારા પણ લગાવ્યા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button