ભાજપના ગઢમાં આપની એન્ટ્રી
હરિયાણાની જિલ્લા પરિષદની ચૂંટણીના પરિણામ ભાજપ માટે આંચકાજનક છે. બીજી તરફ આમ આદમી પાર્ટીને પ્રથમ વખત એન્ટ્રી મળી છે. જિલ્લા પરિષદની ચૂંટણીના પરિણામોમાં અંબાલા, સિરસા અને યમુનાનગર જેવા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે.
સત્તાારી પક્ષ ભાજપે અંબાલા, યમુનાનગર, ગુરુગ્રામ સહિત સાત જિલ્લાઓમાં જિલ્લા પરિષદની 102 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતાં. જેમાંથી ફક્ત 22 બેઠકો પર જ ભાજપનો વિજય થયો છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીએ 15 જિલ્લા પરિષદ બેઠકો પર વિજય મેળવ્યો છે. સિરસા, અંબાલા, યમુનાનગર અને જીંદ જેવા વિસ્તારોમાં આ બેઠકો પ્રાપ્ત થઇ છે. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ બેઠક અંબાલા કેન્ટની છે. જ્યાંથી ભાજપનો વિજય થતો રહ્યો છે અને તે કેન્દ્રીય પ્રધાન અનીલ વીજનો ગૃહ વિસ્તાર છે. અહીં આમ આદમી પાર્ટીનો વિજય મહત્ત્વપૂર્ણ ગણાય છે. ઓમપ્રકાશ ચૌટાલાની પાર્ટી ઇન્ડિયન નેશનલ લોકદળે 72 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 14 પર વિજય મેળવ્યો છે. ઇનેલોના નેતા અને એલનાબાદના ધારાસભ્ય અભય ચૌટાલાના પુત્ર કરણ ચોટાલાનો સિરસાના વોર્ડ નંબર 6 ની જિલ્લા પરિષદ બેઠક પરથી વિજય થયો છે. આ ચૂંટણીમાં જે મોટા નેતાઓની હાર થઇ છે તેમાં કુરુક્ષેત્રના સાંસદ નાયબ સિંહ સૈનીના પત્નીનું નામ પણ સામેલ છે. તે અંબાલાના વોર્ડ મંબર ચારમાં અપક્ષ સામે હારી ગયા છે. તેમને કેટલી મોટી હાર મળી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે ચોથા નંબરે રહ્યાં છે. હરિયાણામાં કુલ 22 જિલ્લા પરિષદ છે અને તેમા કુલ 411 સભ્ય છે. આ સભ્ય જ 22 જિલ્લાઓમાં પરિષદોના પ્રમુખોની ચૂંટણી કરે છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button