ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ના સબંધિત અનેક ઠેકાણા પર NIAના દરોડા
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે સબંધિત અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAએ મંગળવારે સવારે દિલ્હી, રાજસ્થાન અને હરિયાણામાં બિશ્નોઈના નજીકના લોકોના સ્થળો પર દરોડા પાડ્યા છે. થોડા દિવસો પહેલા લોરેન્સને પંજાબની જેલમાંથી પૂછપરછ માટે દિલ્હીમાં NIA હેડક્વાર્ટર લાવવામાં આવ્યો હતો. ગેંગસ્ટરની પૂછપરછ બાદ કેન્દ્રીય એજન્સીએ આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલમાં જ NIAએ ગૃહ મંત્રાલયને પત્ર લખીને 25થી વધુ ગેંગસ્ટરોની યાદી આપી હતી જેમાં દિલ્હી, હરિયાણા, પંજાબના કુખ્યાત 25 ગેંગસ્ટરોના નામ હતા. કેન્દ્રીય એજન્સીએ ગૃહ મંત્રાલયને વિનંતી કરી છે કે, આ તમામને ઉત્તર ભારતની જગ્યાએ દક્ષિણ ભારતની જેલોમાં શિફ્ટ કરવામાં આવે. NIAએ સિવાય દિલ્હી પોલીસની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે ગેંગસ્ટર્સ જેલમાંથી પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે.
આ માહિતી મળ્યા બાદ NIAએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ પત્ર લખ્યો હતો. NIAના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ગેંગસ્ટરોની સાંઠગાંઠ તોડવા માટે તેમને ઉત્તર ભારતથી દૂર દક્ષિણના રાજ્યોની જેલોમાં શિફ્ટ કરવા જરૂરી છે. તાજેતરમાં નીરજ બબનિયા ગેંગના બે અગ્રણી ગેંગસ્ટરોની ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગેંગસ્ટર ટેરર ફંડિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ કુખ્યાત ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા અને નવીન વાલીની UAPA હેઠળ ધરપકડ કરી હતી. આ બંને તિહાર જેલમાં બંધ હતા. UAPA હેઠળ અત્યાર સુધીમાં જે પણ ગેંગસ્ટરોની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછના આધારે NIAએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને ભારતીય ગેંગસ્ટર વચ્ચેની સાંઠગાંઠ અંગે ઘણા ઈનપુટ એકઠા કર્યા છે. પાકિસ્તાન આ ગેંગસ્ટરોનો ટેરર ફંડિંગ અને ભારત વિરોધી ગતિવિધિઓ માટે ઉપયોગ કરી રહ્યું છે.
આ પહેલા પંજાબના રૂપનગર જિલ્લામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના 4 સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેનો એક સાથી ભાગવામાં સફળ રહ્યો હતો.
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. તે અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવાના કારણે પણ ચર્ચામાં રહ્યો છે. તેને પંજાબનો ખતરનાક ગેંગસ્ટર માનવામાં આવે છે. હાલમાં તે તિહાર જેલમાં બંધ છે અને અગાઉ પણ ઘણી વખત જેલમાં જઈ ચૂક્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં લગભગ 700 શાર્પ શૂટર્સ છે જેઓ ભારત અને અન્ય દેશોમાં હાજર છે
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button