શિલ્પા શેટ્ટીએ મુંબઇમાં પિત્ઝા રેસ્ટોરાં લોન્ચ કરી
શિલ્પા શેટ્ટીએ મુંબઇમાં પિત્ઝા રેસ્ટોરન્ટ ખોલી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં રેસ્ટોરન્ટના ઓપનિંગ વખતે આવેલા પાપારાત્ઝીઓને પિત્ઝા આપતી જોવા મળે છે.આ જોઇને શિલ્પાના ઘણા ચાહકોએ તેની પ્રશંસા કરી છે, તો ઘણાએ તેને ટ્રોલકરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં શિલ્પા પોતાની રેસ્ટોરન્ટના લોન્ચ ટાણે હાજર રહેલા પત્રકારોને પિત્ઝા આપી રહી છે. શિલ્પાએ પિત્ઝાના ખુલા બોક્સમાંથી પત્રકારોને પિત્ઝા પોતાના હાથે આપ્યા હતા. આ જોઇને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરતાં શેર કર્યું છે, તે, તેણે પત્રકારોને પિત્ઝાના બંધ બોક્સ આપવા જોઇતા હતા. તેણ ેજે રીતે ખુલ્લા બોક્સમાંથી પિત્ઝા આપ્યા છે,આ રીતે ફુડની વહેંચણી કરવી તે બિનઆરોગ્યપ્રદ છે.
તો વળી ઘણાએ એવી ટીપ્પણી કરી હતી કે, શિલ્પા પતિના કૌભાંડ પર ઢાંકપીછોડો કરીને પતિની ઇમેજને સુધારવાના પ્રયાસ કરી રહી છે.
શિલ્પા શેટ્ટી પોતાની આ રેસ્ટોરન્ટના ઓપનિંગ વખતે પોતાના પુત્ર એ પુત્રી ાસથે આવી હતી. તેમજ ફરાહ ખાન પણ પોતાના સંતાનો સાથે જોવા મળી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button