ઈરફાનના પુત્રનું ક્વાલા ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ
સ્વ. ઇરફાન ખાને પોતાની અભિનય ક્ષમતાથી દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું અન અકાળે જ તેનું નિધન થઇ ગયું.
હવે સ્વ. ઈરફાનનો પુત્ર બાબીલ પણ બોલીવૂડમાં ડેબ્યુ કરવાનો છે. તે ક્વાલા નામની ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યો છે. બાબીલે કહ્યુ ંહતુ ંકે, તેને એક સ્ટારકિડ હોવા છતાં પણ બોલીવૂડમાં કામ મેળવવા માટે ખાસ્સો સંઘર્ષ કરવો પડયો છે. તેથી તેના પર સગાવાદ જેવા વાદનો આક્ષેપ કોઇ મુકી શકે એમ નથી. તેણે એમ પણ કહ્યુ હતુ કે, તેણે કદી કામ મેળવવા માટે પિતાના નામનો ઉપયોગ કર્યો નથી. તેણે ઘણા ઓડિસન્સ આપવા પડયા છે અને તેમાં તેને રિજેક્ટ પણ કરવામાં આવ્યો છે.
બાબીલની માતા અને સ્વ. ઇરફાનની પત્ની પણ નથી ઇચ્છતી કે બાબીલ સિનેમામાં સ્વ. પિતાની ઓળખથી કામ મેળવે.
કિફાન ખાને તો પોતાની કારકિર્દીમાં સફળ ફિલ્મો આપીને દર્શકોના દિલમાં સ્થાન જમાવ્યું હવે તેનો પુત્ર બાબીલની કારકિર્દી તો સમય જ દાખવશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button