ગોંડલ બેઠક પર મોટો વળાંક, રીબડા જૂથ કોંગ્રેસને સમર્થન આપશે

ગોંડલ બેઠક પર ગોંડલ જૂથ અને રીબડા જૂથ કેટલાય સમયથી બંને આમને સામને છે અને દિવસે દિવસે મામલો વધુ ગંભીર બનતો જાય છે ત્યારે બે દિવસ પહેલા જયરાજસિંહ જાડેજાએ ખુલ્લેઆમ રીબડા જૂથને ધમકી આપી હતી ત્યારે ત્યારબાદ રીબડા જૂથે પણ જ્યાં જયરાજસિંહે સભા કરી હતી.

અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ ત્યાં ગઈકાલે દલિત સમાજનું સંમેલન બોલાવ્યું હતું અને તેમને જણાવ્યું હતું કે, આપણે આ ગુંડાગર્દીથી આઝાદી જોઈતી હોય તો કોંગ્રેસ તરફી મતદાન કરજો. તેવો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આવતીકાલે 12 વાગ્યે પ્રેસ કોન્ફેરેન્સ કરી વિધિવત રીતે કોંગ્રેસને સમર્થન જાહેર કરશે.

બે દીવસ પહેલા ગોંડલના ધારાસભ્યના પતિ જયરાજસિંહ જાડેજાએ દેરડી ગામે જાહેર સભામાં સંબોધન કરતી વખતે જાહેરમાં ધમકી આપી હતી. તેમની સામે જે ઉમેદવારે ટિકિટ માંગી હતી તેને ધમકી આપતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જયરાજસિંહ જાડેજાની સામે રીબડા જુથ છે.

રીબડા જુથના અનિરુદ્ધ જાડેજાએ પણ દેરડી કુંભાજીમાં દલિત સમાજનું સંમેલન બોલાવ્યું હતું. જેમાં સભા દરમિયાન એક વીડિયો વાયરલ થયો હતો. જયરાજસિંહ અને એની ગેંગના લોકો દલિતો પર અત્યાચાર કરે છે. ગોંડલના જેલર સામે પણ ખોટો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

ગોંડલ બેઠકની રસપ્રદ વિગત
ગોંડલ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 73મા નંબરની બેઠક છે. આ બેઠક રાજકોટ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક પોરબંદર છે. આ વિસ્તારમાં ગુજરાતનું પ્રસિદ્ધ ભુવનેશ્વરી મંદિર આવેલું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું અક્ષર દેરી સ્થળ અહીં આવેલું છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ગોંડલમાં આવેલું છે.

ગોંડલ બેઠકના 2007ના પરિણામે સૌને ચોંકાવ્યા હતા, અપક્ષ, ભાજપ અને NCPના ઉમેદવાર ચૂંટણી જીતી ચુક્યા છે

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022)ની તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભાજપ પોતાના વિકાસકામોની ગાથા ઘરે ઘરે પહોંચાડવા માટે પ્રયાસો કરી રહ્યું છે. તો કોંગ્રેસ બંધ બારણે રણનીતિ ઘડી રહી છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે.આપની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના સમિકરણ બદલાઈ શકે છે. ખાસ તો આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.

ગોંડલ બેઠકની રસપ્રદ વિગત
ગોંડલ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 73મા નંબરની બેઠક છે. આ બેઠક રાજકોટ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક પોરબંદર છે. આ વિસ્તારમાં ગુજરાતનું પ્રસિદ્ધ ભુવનેશ્વરી મંદિર આવેલું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું અક્ષર દેરી સ્થળ અહીં આવેલું છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ગોંડલમાં આવેલું છે.

કુલ 12 ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો જંગ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 20 પુરુષ ઉમેદવારો અને 3 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા, તો 9 લોકોએ પોતાના ઉમેદવારી પત્રક પાછા ખેંચી લીધા હતા. ગોંડલ બેઠક પર વર્ષ 2017માં કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.

સૌરાષ્ટ્રના એનક લોકો ગોંડલની ચુંટણીમાં રસ ધરાવે છે. જેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. ખાસ કરીને આ ગોંડલ બેઠકના આગેવાનો અને આ ધારાસભ્યોનો ગુનાહિત ઇતિહાસ તેની પાછળ જવાબદાર છે. ગોંડલ વિધાનસભાનો ભૂતકાળ ગુનાહિત રહ્યો છે. આ બેઠક પરથી 1980માં કેશુભાઈ પટેલ ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પર છેલ્લે 1985માં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. ત્યારબાદ બે વખત અપક્ષ, ચાર વખત ભાજપ અને એક વખત એનસીપીના ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. જો કે વર્ષ 2007ની ચૂંટણીમાં ગોંડલ બેઠક પરથી NCPના ઉમેદવાર ચંદુભાઈ વઘાસિયાએ જીત મેળવી સૌને ચોંકાવ્યા હતા.

ગોંડલ બેઠક ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સીટ પર હાલ ભાજપનો કબજો છે અને ગીતાબા જાડેજા ધારાસભ્ય છે. ભાજપના ગીતાબા જાડેજાએ કોંગ્રેસના અર્જૂન ખાતરિયાને 15397 મતોના અંતરથી હરાવી જીત નોંધાવી હતી. ગીતાબા જાડેજાને 70506 મત મળ્યા હતા.

ગોંડલ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,28,438 છે. જેમાં સ્ત્રી મતદારોની સંખ્યા 1,10,212 છે તો પુરુષ મતદારોની સંખ્યા 1,18,218 છે.

બેઠક પર મતોનું પ્રભુત્વ
ગોંડલ બેઠક પર લેઉવા પટેલ, કોળી પટેલ, કડવા પટેલ, આહિર, ક્ષત્રિય, માલધારી, દલિત અને લઘુમતી સમાજનો પ્રભાવ છે. અહીં કોળી પટેલ 5 ટકા, લેઉવા પટેલ 40 ટકા, દલિત 10 ટકા, લઘુમતી 10 ટકા, કડવા પટેલ 5 ટકા, ક્ષત્રિય 10 ટકા અને અન્ય 20 ટકા છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.