બીજા તબક્કાના સૌથી ધનવાન 10 ઉમેદવારો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Vidhan Sabha Election 2022)માં બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. તમામ ઉમેદવારોએ પોતાની સંપત્તિ સહિતની તમામ વિગતો સાથેની એફિડેવિટ જમા કરાવી છે. લોકોની એક જ ઉત્સુકતા હંમેશા રહી છે કે કોણ સૌથી ધનવાન છે. તો અમે અહીં તમને સૌથી ધનવાન 10 ઉમેદવારો વિશે જણાવીશું.
ADRના રિપોર્ટ મુજબ માણસાના જયંતિભાઈ પટેલ પાસે સૌથી વધુ 661 કરોડથી વધુની સંપત્તિ છે.
નામ | બેઠક | પાર્ટી | ટોટલ સંપત્તિ (રુપિયામાં) |
જયંતિભાઈ પટેલ | માણસા | BJP | 6,61,28,81,500₹ |
બળવંત સિંહ રાજપૂત | સિદ્ધપુર | BJP | 3,72,65,34,801₹ |
અજીતસિંહ ઠાકોર | ડભોઈ | AAP | 3,43,08,07,125₹ |
રઘુભાઈ દેસાઈ | રાધનપુર | INC | 1,40,60,75,495₹ |
ધર્મેન્દ્રસિંહ વાઘેલા | વાઘોડિયા | અપક્ષ | 1,11,98,39,741₹ |
રમણભાઈ પટેલ | વિજાપુર | BJP | 95,68,13,466₹ |
દિનેશભાઈ પટેલ (દિનુમામા) | પાદરા | અપક્ષ | 65,76,09,433₹ |
માવજીભાઈ દેસાઈ | ધાનેરા | અપક્ષ | 63,46,52,537₹ |
બાબુભાઈ પટેલ | દસક્રોઈ | BJP | 61,47,89,929₹ |
યોગેશ પટેલ (બાપજી) | આણંદ | BJP | 46,96,91,951₹ |
બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button