PM મોદીની આજે 4 સભા, CM ભૂપેન્દ્ર પટેલ બેચરાજીમાં રોડ શો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને લઇને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ મુખ્ય પક્ષોના નેતાઓનો ધમધમાટ વધી ગયો છે. ભાજપ સહિત તમામ મુખ્ય પક્ષોના નેતાઓ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી અમિત શાહ સભાઓ સંબોધવાના છે. આ સાથે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિશ્વા શર્મા પણ ચૂંટણી જાહેર સભા સંબોધશે.
PM મોદી આજે 4 સ્થળો પર સભા સંબોધશે
PM મોદીની આજે ગુજરાતમાં 4 મોટી સભાઓ છે. પ્રથમ સભા પાલિતાણા ખાતે બપોરે 12:15 કલાકે, બીજી સભા કચ્છમાં બપોરે 2:45 કલાકે છે. ત્રીજી સભા જામનગરમાં સાંજે 4:30 કલાકે જ્યારે ચોથી સભા રાજકોટમાં સાંજે 6:30 કલાકે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે 3:00 કલાકે બહુચરાજી માતાજીના મંદિરથી રોડ શો કરશે.
ગૃહ મંત્રી અમિત શાહ પણ આજે 4 સભા સંબોધશે
ગૃહ મંત્રી અમિત શાહ આજે 4 મોટી સભાઓ સંબોધશે. પ્રથમ સભા મહેસાણા ખાતે સવારે 10 કલાકે, બીજી સભા (સાવલી) વડોદરામાં બપોરે 12:00 કલાકે છે. ત્રીજી સભા (ભિલોડા) અરવલ્લીમાં બપોરે 2:00 કલાકે જ્યારે ચોથી સભા અમદાવાદમાં રાત્રે 8:00 કલાકે છે.
આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિશ્વા શર્મા આજે સવારે 11 કલાકે ભાજપ મીડિયા સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. બપોરે 2:45 કલાકે GIDC ઓનર્સ એસોસિએશન સાથે બેઠક કરશે અને સાંજે 6 કલાકે આસામી સમુદાયના લોકો સાથે અમદાવાદમાં મુલાકાત કરશે.
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાનો કાર્યક્રમ
સવારે 9 કલાકે મોરબીમાં સભા કરશે.
બપોરે 3:30 કલાકે કુકાવાવ (અમરેલી) માં સભા કરશે.
સાંજે 5:15 કલાકે વાડિયા (અમરેલી) માં સભા કરશે.
રાત્રે 8:00 કલાકે અમરેલીમાં સભા કરશે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો કાર્યક્રમ
બપોરે 1:30 કલાકે મહેસાણામાં મહિલા મોરચા સંમેલનને સંબોધશે.
સાંજે 6 કલાકે ગાંધીનગરમાં સભા કરશે.
રાત્રે 8:00 કલાકે દક્ષિણ વાસણા (અમદાવાદ)માં સભા કરશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button