મહારાષ્ટ્ર મહિલા આયોગે બાબા રામદેવને નોટિસ ફટકારી

સુપ્રસિદ્ધ યોગ ગુરુ બાબા રામદેવે મહિલા બદલ કરેલા અપમાનજક  નિવેદનથી   ચોફેરથી  જોરદાર ટીકા  થવા  લાગી છે.  આથી રામદેવને મહારાષ્ટ્રની મહિલા  આયોગને  નોટિસ જારી કરી છે. થાણેના એક કાર્યક્રમમાં  નાયબ મુખ્પ્પ્રધાન  દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા અને સી.એમ.ના  પુત્ર તથા સાંસદ શ્રીકાંત શિદેની હાજરીમાં  બાબા રામદેવે મહિલાઓના કપડા  પરિઘાન બાબતે નિવેદન કર્યું હતું. જેના પગલે  વિરોધનો વંટોળ જાગ્યો છે.  આથી મહારાષ્ટ્રના  રાજ્ય મહિલા આયોગે  બાબા રામદેવે પાસે મહિલા ઉપર તેમણે કરેલા નિવેદન પર  સ્પષ્ટીકરણ માંગ્યું છે.  આ માટે  મહિલા આયોગે  તેમને ત્રણ દિવસનો સમય આપ્યો છે.

શુક્રવારે થાણેમાં યોજાયેલા એક કાર્યક્રમમાં  બાબા રામદેવે કહ્યું હતું કે  મહિલા સાડી પહેરે છે તો સારી લાગી છે. મહિલા સલવાર સૂટ વધુ સારી દેખાય છે અને મારી નજરે કંઈ પણ ન પહેરે તો પણ સારી લાગે છે.

આ મામલે મહિલા આયોગે  બાબા રામદેને ફટકારેલી  નોટિસમાં  કહ્યું છે કે  તમારી  અશોભનીય નિવેદન  વિરુદ્ધ આયોગને  એક ફરિયાદ મળી છે. જે મહિલાઓના સન્માનને ઠેસ પહોંચાડી છે.

જ્યારે મહારાષ્ટ્ર વિધાનપરિષદના  ડેપ્યુટી સભાપતિ નીલમ ગોરેએ  બાબા રામદેવના વિવાદાસ્પદ નિવેદનની  જોરદાર નિંદા  કરી હતી. મહિલા તરફ તેમની વિકૃત માન સિકતા દેખાઈ આવી છે.

નીલમ ગોરેએ વધુમાં કહ્યું કે અમૃતા  ફઢણવીસ તથા અન્ય ઉપસ્થિત મહિલાઓએ તેમનો વિરોધ કરવો જોઈતો હતો.

દરમિયાન, એન.સી.પી.એ  શનિવારે  બાબા રામદેવે દ્વારા મહિલાઓ વિરુદ્ધ કરેલા અપમાનજનક નિવેદનનો વિરોધ કર્યો હતો. એનસીપીની મહિલા કાર્યકર્તાઓને રામદેવની તસવીર પર ચપ્પલોની માળા ચઢાવી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.