ચીનના અનેક વિસ્તારમાં હિંસક પ્રદર્શનો સરકારે કેટલીક જગ્યાએથી કોરોના પ્રતિબંધ હટાવ્યા
ચીનમાં એક તરફ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે, તો બીજી બાજુ ત્યાંના લોકોમાં કોવિડ નિયમોના કડકપણ પાલન કરાવવામાં આવતા કોમ્યુનિસ્ટ સરકાર (CPP) પ્રત્યે નારાજગી હવે ગુસ્સામાં પરિવર્તિત થઈ છે. લોકોમાં રોષ એટલો વધી ગયો છે કે નાગરિકો વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના રાજીનામાની માગ કરવા લાગ્યા છે. સરકાર વિરૂદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે.
ચીનની સરકારે દેશના અલગ-અલગ વિસ્તારમાં કોવિડને લગતા કડક પ્રતિબંધ લાગુ કર્યા છે. જેને લઈને ચીનના લોકોમાં ગુસ્સો છે. ચીનના અલગ-અલગ વિસ્તારમાં વિરોધ પ્રદર્શનોના સમાચાર સામે આવી રહ્યાં છે. ઝીરો કોવિડ પોલિસી અંતર્ગત અપનાવવામાં આવતા કડક પ્રતિબંધ લોકો પરેશાન છે. લોકોનો ગુસ્સો હવે ચીનની સરકાર માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે.
ચીનના પશ્ચિમ વિસ્તારના શિનજિયાંગ પ્રાંતના ઉરુમકીના લોકો એક રહેણાંક ઈમારતને આગ લગાડી દીધી જેને પરિણામે 10 લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. કોવિડને લઈને કડક નિયમોને કારણે ચીનના લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. શિનજિયાંગ સહિત અનેક વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ચીન કોમ્યુનિસ્ટ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા છે. શનિવારથી આ વિરોધ પ્રદર્શ વધુ ઉગ્ર બની રહ્યાં છે.
શાંઘાઈમાં સ્ટેપ ડાઉન જિનપિંગના નારા
ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈના અલગ અલગ વિસ્તારના રસ્તાઓ પર સેંકડોની સંખ્યામાં લોકો ઉતરી આવ્યા છે. કોવિડને લઈને સરકારની કડક નીતિઓથી લોકોમાં આક્રોશ એટલો છે કે તે તમામ કોમ્યુનિસ્ટ પાર્ટીને હટાવો, કોમ્યુનિસ્ટ પાર્ટી પદ છોડો અને શી જિનપિંગ પદ છોડો જેવાં સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે.
રસ્તા પર ઉતરેલા લોકોનું માનવું છે કે જો શિનજિયાંગમાં કડક કોવિડ નિયમ લાગુ ન થયા હોત તો આગની ઘટના પર તાત્કાલિક કાબુ લાવી શકાયો હોત અને આ ઘટનામાં લોકો મોતને ન ભેટ્યા હોત. અહીંના લોકો કોમ્યુનિસ્ટ સરકારથી શિનજિયાંગ પ્રાંતમાંથી તાત્કાલિક લોકડાઉન હટાવવાની માગ કરી રહ્યાં છે. તો પોલીસને મોડી રાત્રે પ્રદર્શનકારીઓને રોકવા માટે મરચાંના સ્પ્રેનો ઉપયોગ કર્યો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button