જયનારાયણ વ્યાસે કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો, ભાજપથી છે સખત નારાજ
થોડા સમય અગાઉ તેમણે અશોક ગેહલોત સાથે પણ બેઠક કરી હોવાની વિગતો સામે આવી હતી. ભાજપના દિગ્ગજ નેતા હતા ત્યારેહવે ચૂંટણીમાં કોગ્રેસને સપોર્ટ કરતા નજરે પડી રહ્યા છે.
ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસે રાજ્યમાં મતદાનના પ્રથમ તબક્કાના થોડા દિવસો પહેલા પોતાનો ટેકો કોંગ્રેસ ઉમેદવારને આપ્યો છે.જયનારાયણ વ્યાસ કોંગ્રેસના ઉમેદવાર ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ટેકો આપ્યો છે. ચંદંજિ ઠાકોરની ચૂંટણીની રેલીમાં ભાજપના નેતા રહી ચૂકેલા જયનારાયણ વ્યાસ પહોંચ્યા હતાઅને બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવાની જાહેરાત કરી હતી.
ઉત્તર ગુજરાતમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસને પણ ગ્રામ્ય ક્ષેત્રના વોટ મળી રહ્યા છે. ગત વખતે સિદ્ધપુરમાં ભાજપને હાર મળી હતી ત્યારે આ બેઠક પર કોંગ્રેસનું આધિપત્ય રહ્યું હતું. ચંદનજી ઠાકોરની જીત થઈ હતી ત્યારે આ વખતે બળવંતસિંહ તેમની સમક્ષ બીજેપીમાંથી ઉભા છે તેવી જ રીતે આપ પાર્ટી પણ આ વખતે મેદાને છે જો કે, ઉત્તર ગુજરાતમાં જ્ઞાતિગત સમીકરણો વધું કામ કરે છે.
જયનારાયણ વ્યાસ થોડા સમય અગાઉ તેમણે અશોક ગેહલોત સાથે પણ બેઠક કરી હોવાની વિગતો સામે આવી હતી. ભાજપના દિગ્ગજ નેતા હતા ત્યારેહવે ચૂંટણીમાં કોગ્રેસને સપોર્ટ કરતા નજરે પડી રહ્યા છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button