મહિલાઓ પર યોગગુરૂ બાબા રામદેવના નિવેદનથી વિવાદ સર્જાયો

મહિલાઓ પર આપવામાં આવેલા યોગ ગુરુ બાબા રામદેવના એક નિવેદનનો વિરોધ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ, TMC સિવાય દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલે પણ બાબા રામદેવના નિવેદનને વાંધાજનક ગણાવતા તેઓ માફી માગે તેવી માગણી કરી છે.

સ્વાતી માલીવાલે બાબા રામદેવના કાર્યક્રમનો વીડિયો શેર કરતા લખ્યુ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી જી ના પત્નીની સામે સ્વામી રામદેવ દ્વારા મહિલાઓ પર કરવામાં આવેલી ટિપ્પણી અમર્યાદિત અને નિંદનીય છે. આ નિવેદનથી તમામ મહિલાઓને ઠેસ પહોંચી છે, બાબા રામદેવજીએ આ નિવેદન મુદ્દે દેશ પાસે માફી માગવી જોઈએ. તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યુ કે હવે તેમને ખબર પડી કે બાબા રામદેવ રામલીલા મેદાનમાંથી મહિલાઓના વેશમાં કેમ ભાગ્યા હતા

આંધ્ર પ્રદેશ મહિલા સમાખ્યાએ પણ બાબા રામદેવના નિવેદન પર વિરોધ નોંધાવ્યો. બીજીતરફ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં જિલ્લા મહિલા કોંગ્રેસે બાબા રામદેવ વિરુદ્ધ પ્રદર્શન કર્યુ. જિલ્લાધિકારી કાર્યાલયની સામે મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ બાબા રામદેવના નિવેદનનો વિરોધ કરતા તેઓ માફી માગે તેવી માગણી કરી છે. પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ ચેતવણી આપી કે જો રામદેવ માફી નહીં માગે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

બાબા રામદેવનું નિવેદન

યોગ ગુરૂ બાબા રામદેવ મહારાષ્ટ્રના થાણેમાં આયોજિત એક યોગ શિબિરમાં સામેલ થયા હતા. ત્યાં તેમણે મહિલાઓને સંબોધિત કરતા કહ્યુ હતુ કાર્યક્રમમાં હાજર મહિલાઓ પોતાની બેગમાં સાડીઓ લઈને આવી હતી. સવારે યોગ કાર્યક્રમ શરૂ થઈ ગયો. જે બાદ બપોરવાળો યોગ કાર્યક્રમ શરૂ થઈ ગયો. કંઈ વાંધો નહીં, ઘરે જઈને પહેરી લેજો. તેમણે કહ્યુ, ‘તમે સાડી પહેરીને પણ સારા લાગો છો, સલવાર શૂટમાં પણ સારા લાગો છો અને મારી જેમ કોઈ ના પણ પહેરે તો પણ સારા લાગો છે’. પહેલા બાળકોને કોણ કપડા પહેરાવતુ હતુ. આજે બાળકોને કપડાના 5-5 લેયર પહેરાવવામાં આવે છે.

સ્ટેજ પર હાજર હતા અમૃતા ફડણવીસ

ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ પણ હાજર હતા. બાબા રામદેવે કહ્યુ, અમૃતા ફડણવીસને યુવાન રહેવાનું એટલુ ઝુનૂન છેકે મને લાગે છે કે અમૃતા ફડણવીસ 100 વર્ષના નહીં થાય, કેમકે તેઓ ખૂબ સમજી-વિચારીને ભોજન કરે છે, ખુશ રહે છે, જ્યારે તેઓ બાળકની જેમ હસે છે. બાબા રામદેવે કહ્યુ, તેઓ અમૃતા ફડણવીસના ચેહરા પરના સ્મિતની જેમ તમામના ચેહરા પર હાસ્ય જોવા ઈચ્છે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.