ગ્રેટા થનબર્ગે પોતાના જ દેશ સ્વીડન વિરૂદ્ધ કેસ કર્યો

 સ્વીડનની જાણીતી ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પોતાના જ દેશ વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું છે.થનબર્ગે જળવાયુ પરિવર્તનને રોકવા માટે જરુરી ઉપાય નહીં કરવાને લઈને સ્વીડન વિરૂદ્ધ એક ક્લાસ એક્શન કેસ દાખલ કર્યો છે. ગ્રેટા થનબર્ગ સહિત કેટલાંક બાળકો અને યુવાનોના એક ગ્રૂપે આ પગલું ભર્યું છે. આ કેસ જળવાયુ સાથે જોડાયેલી કાયદાકીય કાર્યવાહીનો એક ભાગ છે. સ્વીડનમાં જળવાયુ સાથે જોડાયેલો આ મામલો નેધરલેન્ડના તે હાઈ-પ્રોફાઈલ કેસ પછી આવ્યો છે જેમાં દેશની ઉચ્ચ અદાલતે વર્ષ 2019માં ચુકાદો આપ્યો હતો કે આ સરકારની જવાબદારી છે કે તેઓ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે યોગ્ય પગલાંઓ ભરે.

કેસ દાખલ કરનાર ગ્રૂપમાં થનબર્ગ સહિત કુલ 600 બાળકો અને યુવાનો સામેલ છે. આ ગ્રૂપનો દાવો છે કે સ્વીડનની જળવાયુ નીતિઓ ન માત્ર તેમના બંધારણનું ઉલ્લંઘન છે, પરંતુ સાથે જ માનવાધિકાર પર યુરોપિયન સંમેલનની પણ અવગણના કરે છે. ગ્રૂપે એક નિવેદનમાં કહ્યું કે વર્તમાન અને ભવિષ્યની પેઢીઓને એક સારું વાતાવરણ આપવા તેમજ યોગ્ય વાતાવરણના વિકાસને પ્રોત્સાહન આપવા માટે જે જરૂરી છે તેમાં સ્વીડન નિષ્ફળ રહ્યું છે.

ગેસ ઉત્સર્જનને ઘટાડવું જરૂરી
સ્વીડને વર્ષ 2017માં એક ક્લાઈમેટ લો એટલે કે જળવાયુ કાયદાને અપનાવ્યો હતો. આ કાયદા અંતર્ગત સરકારે પૃથ્વીને ગરમ કરતા જવાબદાર ગેસના ઉત્સર્જનને ઘટાડવા માટે કામ કરવાનું રહે છે, કે જેથી 2045 સુધી સેટ કરવામાં આવેલા નેટ-ઝીરો કાર્બન એમિશન ટાર્ગેટને પ્રાપ્ત કરી શકાય. આ સદી ખતમ થશે ત્યાં સુધીમાં ગ્લોબલ વોર્મિગને 2 ડિગ્રી સેલ્સિયસથી નીચે બનાવી રાખવા માટે 2015ના પેરિસ સમજૂતીના ટાર્ગેટને પૂરા કરવા માટે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરવો ઘણો જ જરૂરી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.