મોદી આજે 3 સભા સંબોધશે, સુરતમાં રોડ શો
PM મોદી આજે 3 સ્થળો પર સભા સંબોધશે
PM મોદીની આજે ગુજરાતમાં 3 મોટી સભાઓ છે. પ્રથમ સભા ભરૂચ ખાતે બપોરે 1 કલાકે, બીજી સભા ખેડામાં બપોરે 3:30 કલાકે જ્યારે સુરતમાં સાંજે 5:30 કલાકે રોડ શો કરશે અને ત્યાર બાદ સુરતના મોટા વરાછામાં સાંજે 6:30 કલાકે સભા સંબોધશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં બપોરે 12 કલાકે એક મહત્વપૂર્ણ મુદ્દે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે તેમજ જામનગરમાં સાંજે 5:00 કલાકે રોડ શોમાં ભાગ લેશે.
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાનો કાર્યક્રમ
સવારે 9 કલાકે ભાણવડ (દેવભૂમિ દ્વારકા)માં સભા કરશે.
સવારે 10:45 કલાકે દિનદયાળ ચોક ભાટિયા (દેવભૂમિ દ્વારકા)માં સભા કરશે.
સાંજે 6:30 કલાકે મોટા વરાછા (સુરત) માં PM મોદીની સભા ઉપસ્થિતિ રહેશે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો કાર્યક્રમ
બપોરે 2 કલાકે ધાંગધ્રા (સુરેન્દ્રનગર)માં સભા કરશે.
સાંજે 4 કલાકે લીમડી (સુરેન્દ્રનગર)માં સભા કરશે.
રાત્રે 8:15 કલાકે બાપુનગર (અમદાવાદ)માં સભા કરશે.
કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મૂંઝપુરા સાંજે 5:30 કલાકે સાવરકુંડલા (અમરેલી)માં સભા કરશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button