ક્રિતી સેનોન પ્રભાસ સામે લગ્નનો પ્રસ્તાવ મૂકશે
પ્રભાસ અને ક્રિતી સેનોન હાલ પાન ઇન્ડિયા ફિલ્મ આદિપુરુષમાં સાથે કામ કરી રહ્યા છે. આજે આ જોડી ચર્ચાનો વિષય બની છે. અફવા તો એવી પણ છે કે, બન્ને ડેટિંગ કરી રહ્યા છે. તેમાં ટ્રેલર લોન્ચ દરમિયાન બન્નેની કેમેસ્ટ્રી અને બોન્ડિંગજોવા મળતા લોકોને વિશ્વાસ બેસી રહ્યો છે.
વરુણ ધવન સાથેની ફિલ્મ ભેડિયાના પ્રચાર દરમિયાન ક્રિતીના એક ઇન્ટરવ્યુની ક્લિપે સહુનું ધ્યાન ખેંચ્યું હતું. વાત એમ બની છે કે, ક્રિતી એક ઇન્ટરવ્યુમાં કહેતી જોવા મળી રહી છે કે, જો તેને તક મળશે તો તે પ્રભાસ સાથે લગ્ન કરી લેશે. આ ઉપરાંત અન્યએક વીડિયોમાં ક્રિતી માટે પ્રભાસ તેલુગુ શિક્ષક બની ગયો હોવાનું કહેવાયુ છે. કહેવાય છે કે, અનુષ્કા શેટ્ટી સાથે કામ કરતી વખતે પણ પ્રભાસનું નામ તેની સાથે જોડવામાં આવ્યું હતું. ત્યારે બન્નેએ અમે ફક્ત મિત્રો છીએ તેમ કહ્યુ ંહતું.
અનુષ્કા સિવાય પ્રભાસનું નામ કોઇ અભિનેત્રી સાથે આવ્યું નથી. તેથી ક્રિતી સાથે ાવતાં લોકોનું ધ્યાન ખેંચાયું છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button