સંવિધાન દિવસે બાબાસાહેબને હારતોરા કરતાં વકીલો અને આગેવાનો
આજરોજ 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસ નિમિત્તે નવા ફુવારા નજીક આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને બાબા સાહેબની પ્રતીમાને હારતોરા કરવામાં આવ્યા હતા તે પ્રંસગે જિલ્લા બાર કાઉન્સિલના હોદેદારો તેમજ આગેવાનો હાજર રહયા હતા, જેમાં ટ્રેઝરર એચ કે સાઠી, કિશોરભાઈ મકવાણા, એડવોકેટ હેંમતભાઈ શિંગરખીયા, જનરલ સેક્રેટરી દિપકભાઇ સાદિયા અને ગીગાભાઈ પરમાર તેમજ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ સુમન ચાવડા, જેઠાભાઈ ભનાભાઈ ચાવડા, મગનભાઈ ચાવડા, દેવશીભાઈ ચાંચિયા, દિલકેશ વેગડા, હેંમતભાઈ કટારીયા, પ્રવિણ સાદિયા, દુલાભાઈ પરમાર, સરદાર આંનદસિંગ વગેરે તેમજ પોરબંદર જિલ્લા બાર કાઉન્સિલના આગેવાનોએ સંવિધાન દિવસ નિમિત્તે બાબાસાહેબ આંબેડકરના સ્ટેસ્યુએ બહોળી સંખ્યામાં હાજરી આપી હારતોરા કરી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button