શાંત મતદાર, નીરસ ચુંટણી માહોલ, ભૂકંપ પહેલાની આ શાંતિ છે?
ગુજરાત વિધાનસભાની ચુંટણી ધમધમી રહી છે, ચૂંટણીતંત્ર વધુમાં વધુ મતદાન કરાવવાની તમામ તૈયારીઓ આગળ વધારી રહ્યું છે અને રાજકીય પક્ષો મગનું નામ મરી પાડી નથી શકતા ત્યારે શું કહે છે ચિતાર? કોણ જીતશે કોની થશે હાર ? અનુગામી સરકારને કાંટાળો તાજ કે સત્તાનો પુરસ્કાર ? મતદારોની આ તમામ અવઢવ નો અંત તો આઠ ડીસેમ્બર પહેલા આવે તેમ પણ નથી. ત્યારે લોકોના અલગ અલગ અભિપ્રાય નેતાઓના બીપી વધારી રહ્યા છે.
વાત ખરીએ જામજોધપુર ૮૦, ખંભાલીયા ૮૧, દ્વારકા ૮૨, પોરબંદર ૮૩ અને કુતિયાણા ૮૪ ની તો અહી પરીવર્તન છે કે યથાવત એ નેતાઓના વર્તનને આધીન બની રહેશે. રાજકીય પંડિતોનું માનીએ તો સૌરાષ્ટ્ર સમેત ગુજરાતમાં આવનારા પરીણામો રાજકીય ભૂકંપ પુરવાર થવાના છે, દરેક રાજકીય પક્ષોના કાર્યકરો અને નેતાઓ યા તો ઓવર કોન્ફીડન્સમાં છે અથવા તો નિરુત્સાહ ? અગર નિરુત્સાહ છે તો એ જે તે રાજકીય પક્ષોનો આંતરિક મતભેદ માનવામાં આવશે કે કેમ ? અથવા તો ઓવર કોન્ફીડન્સ હશે તો એ લોકવાયકા વધુ એક વખત પુરવાર થશે કે “માલ ખાય મદારી અને ખેલ વાંદરા” નેતાઓ અવઢવમાં અને તેને અવઢવમાં ધકેલવાનો શ્રેય ચોક્કસપણે મતદારોને જાય છે.
ગુજરાતના ઇતિહાસમાં ત્રીજી લાઈન, ત્રીજી વિચારધારા તેમજ ત્રીજો પક્ષ ક્યારેય ચાલ્યા નથી ત્યારે આ વખતે મતદારોનું મૌન નેતાઓને બરાબર અકળાવે છે, એવું નથી કે કોઈ આ જાણતું નથી, ચોક્કસ રીતે પત્રકારોની ત્રીજી આંખ આ બધું જ જાણે છે પરંતુ તેઓ બોલતા નથી તેનો અર્થ એ કરી શકાય કે ખરેખર મતદારોના મૌનનો પત્રકારો આદર કરી રહ્યા છે. આ બધું એ દિશામાં જઈ રહ્યું કહી શકાય કે શું સત્તામાં ફેરબદલ થઇ રહ્યો છે ? યથાવત રહેવાનો છે કે આવનારા રાજકીય ભૂકંપ પહેલાની આ શાંતિ છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button