1995માં ભારત-ન્યુઝીલેન્ડ વન-ડેમાં બની હતી ગંભીર દુર્ઘટના

હાલ ભારતીય ક્રિકે ટીમ ટી20 અને વન-ડે સિરિઝ માટે ન્યુઝીલેન્ડ પ્રવાસ પર છે. ભારતની ટી20 સિરિઝ જીતી લીધી છે, ત્યારબાદ બંને ટીમે વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરિઝ પણ શરૂ થઈ ગઈ છે. ગઈકાલની પ્રથમ મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે જીત નોંધાવી હતી. આજે એવો સંયોગ થયો છે કે, આજથી 27 વર્ષ પહેલા બંને દેશો વચ્ચે મેચ રમાઈ હતી. 1995માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે સિરિઝ રમાઈ હતી, જેની પાંચમી મેચ 26 નવેમ્બરે રમાઈ હતી. આ મેચને નાથન એસ્ટલની ધમાકેદાર બેટીંગના કારણે યાદ રાખવામાં આવે છે, જોકે કમનસીબે આ મેચ દુઃખદ ઘટનાની પણ યાદ અપાવે છે.

આજથી 27 વર્ષ પહેલા રવિવાર 26 નવેમ્બર 1995ના દિવસે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની વન-ડે સિરિઝની છેલ્લી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પ્રથમ દાવમાં ન્યુઝીલેન્ડના ઉભરતા વિસ્ફોટક બેટ્સમેન નાથન એસ્ટલની ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી, જોકે પ્રથમ દાવ પૂર્ણ થયા બાદ એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.

દિવાલ પડવાથી 9ના મોત

વર્ષ 1996ના વિશ્વકપ માટે વીસીએ સ્ટેડિયમને વધુ શ્રેષ્ઠ બનાવવા સમારકામની કામગીરી ચાલી રહી હતી અને તે માટે ઈસ્ટ પેવેલિયનમાં એક નવી દિવાલ ઉભી કરાઈ હતી. ભારત-ન્યુઝીલેન્ડની મેચ જોવા મોટી સંખ્યમાં દર્શકો આવ્યા હતા. ન્યુઝીલેન્ડના પ્રથમ દાવ બાદ લંચ બ્રેક ચાલી રહ્યો હતો, ત્યારે લંચ બ્રેક દરમિયાન બીજા અને ત્રીજા ટીયરમાં હાજર દર્શકો સ્ટેડિયમમાંથી બહાર નિકળી રહ્યા હતા. આ દરમિયાન અચાનક નવી બનાવેલી દિવાલ તૂટી પડી, જેના કાટમાળ નીચે ઘણા દર્શકો દટાઈ ગયા હતા. આ ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 6 દર્શકોએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનામાં લગભગ 60થી વધુ દર્શકો પણ ઈજાગ્રસ્ત થયા હતા.

 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.