વિશ્વ બજારમાં ખાધતેલોના ભાવ ઉંચકાયા

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ ખાધતેલોના ભાવમાં બેતરફી વધઘટ વચ્ચે  મિશ્ર હવામાન  જોવા મળ્યું હતું.   વિશ્વ બજારના  સમાચાર પ્રોત્સાહક હતા. મલેશિયામાં  પામતેલનો વાયદો આજે ૯૦થી ૯૫ પોઈન્ટ વધ્યો  હતો. વિશ્વ બજાર  વધતાં ઘરઆંગણે  ઈમ્પોર્ટ કોસ્ટ વધી  છે તેની સામે  ઘરઆંગણે  પામતેલના હડારભાવ  હજી તેટલા પ્રમાણમાં  વધ્યા નથી  એવા સંજોગોમાં  હવે આયાતી  પામતેલમાં  ડિલ્પેરીટી (ઉંધી પડતર) જેવી સ્થિતિ સર્જાવા  માંડી હોવાનું  બજારના જાણકારોએ જણાવ્યું હતું.

આવા સંજોગોમાં  ઘરઆંગણે  આયાતી પામતેલના ભાવ હવે પછી વધુ  ઉંચા જવાની  શક્યતા બજારમાં   ચર્ચાતી થઈ છે  મુંબઈ બજારમાં  આજે ૧૦  કિલોના ભાવ પામતેલના  રૂ.૯૭૦ વાળા રૂ.૯૭૫ રહ્યા હતા. પામતેલમાં  વિવિધ ડિલીવરીઓ માટે  રૂ.૯૬૫થી  ૯૭૫માં  આશરે  ૪૦૦થી ૫૦૦ ટનના વેપાર થયા હતા. દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના  ભાવ રૂ.૮૮૦ વાળા  આજે રૂ.૮૮૫ રહ્યા હતા.

મુંબઈ સિંગતેલના ભાવ  રૂ.૧૫૩૦ વાળા   રૂ.૧૫૨૫ જ્યારે કપાસિયા  તેલના  રૂ.૧૩૨૦ વાળા  રૂ.૧૩૦૦ રહ્યા હતા.  સૌરાષ્ટ્ર ખાતે  સિંગતેલના ભાવ  રૂ.૧૫૦૦  તથા ૧૫ કિલોના   રૂ.૨૪૦૦ રહ્યા હતા જ્યારે  સૌરાષ્ટ્ર  કોટન વોશ્ડના  ભાવ રૂ.૧૨૩૦થી  ૧૨૪૦ રહ્યાના નિર્દેશો હતા.

મુંબઈ રૂ બજારમાં  સોયાતેલના ભાવ ડિગમના  રૂ.૧૩૨૦ જ્યારે  રિફાઈન્ડના  ઘટી  રૂ.૧૩૩૦ રહ્યા હતા. પામતેલના  ભાવ નીચા  હોતા સોયાતેલમાં  વેપારો ધીમા  રહ્યા હતા.   સનફલાવરના ભાવ  રિફાઈન્ડના   ઘટી રૂ.૧૪૪૦  રહ્યા હતા.  જ્યારે મસ્ટર્ડના   ભાવ વધી  રૂ.૧૪૪૦ તથા રિફાઈન્ડના  રૂ.૧૪૭૦   રહ્યા હતા.

મુંબઈ હાજર દિવેલના  ભાવ આજે  રૂ.૪ વધ્યા હતા.  જ્યારે હાજર એરંડાના  ભાવ કિવ.ના  રૂ.૨૦ જ્યારે વાયદાના ભાવ રૂ.૨૭થી ૨૮  ઉંચા બોલાઈ રહ્યા હતા. મુંબઈખોળ બજારમાં  આજે ટનના ભાવ એરંડા ખોળના  રૂ.૨૫૦ તથા  સોયાખોળના રૂ.૨૫૦થી ૩૦૦  ઉંચકાયા હતા.  જ્યારે   અન્ય ખોળો  શાંત હતા.  નવા કપાસની  ઓલ ઈન્ડિયા આવકો આજે  ૧ લાખ ૧૪થી ૧૫ હજાર ગાંસડી આવી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.