નેધરલેન્ડ તરફથી ગૅપ્કોએ બીજી મેચમાં ગોલ ફટકાર્યો
ફિફા વર્લ્ડકપમાં ગ્રૂપ-વનની મેચમાં એક્વાડોરે જોરદાર વળતી લડત આપતાં નેધરલેન્ડ સામેની મેચ 1-1થી ડ્રો કરી હતી. નેધરલેન્ડે મેચમાં પ્રથમ હાફમાં જ સરસાઈ મેળવી લીધી હતી. જોકે એક્વાડોરે તેનો જવાબ બીજા હાફમાં આપ્યો હતો. આખરે મેચ બરોબરી પર પુરી થતાં નેધરલેન્ડ અને એક્વાડોરે 1-1 પોઈન્ટ વહેંચી લીધો હતો. અગાઉ નેધરલેન્ડ સેનેગલ સામે 2-0થી જીત્યું હતુ. જ્યારે એક્વાડોરે કતાર સામે 2-0થી જીત હાંસલ કરી હતી
આજની મેચમાં નેધરલેન્ડે છઠ્ઠી મિનિટે ગૅપ્કોના ગોલને સહારે લીડ મેળવી લીધી હતી. ગૅપ્કોનો આ ફિફા વર્લ્ડકપ-2022નો બીજો ગોલ હતો. એક્વાડોરે મેચમાં પાછા ફરવાના પ્રયાસો જારી રાખ્યા હતા. આખરે કેપ્ટન વાલેન્સિયાએ બીજા હાફમાં મેચની 49મી મિનિટે ગોલ ફટકારતાં ટીમને બરોબરી અપાવી હતી.
એક્વાડોરે આખરી મિનિટોમાં નેધરલેન્ડના ગોલ પર જોરદાર આક્રમણ કર્યું હતુ. જોકે બોલ ગોલ પોસ્ટને ટકરાઈને મેદાનમાં પાછો ફર્યો હતો અને નેધરલેન્ડ હારથી બચી ગયું હતુ. અલબત્ત, આ પરિણામ બાદ કતાર વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયું છે. તેઓ આખરી મેચમાં નેધરલેન્ડ સામે રમશે. જ્યારે એક્વાડોરની ટક્કર સેનેગલ સામે થશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button