મહારાષ્ટ્ર- કર્ણાટક સીમા વિવાદ સર્વોચ્ચ અદાલતમાં જશે

કર્ણાટક મહારાષ્ટ્ર સીમા વિવાદ ફરી ઉખળ્યો છે અને હવે તો તે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવાની સંભાવના છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કરેલા વિધાનો ઉપરથી તે સ્પષ્ટ થઈ જાય છે.

ગુરૂવારે પત્રકારોને શિંદેએ જણાવ્યું હતું કે, ‘એક પણ ઇંચ ભૂમિ બીજાને જશે નહીં અમે સીમાએ રહેલા (મરાઠી) લોકોને ન્યાય મળે તે જોવા માગીએ છીએ. સીમાને પેલેપાર રહેલા ૪૦ ગામનો પ્રશ્ન ઉકલે તે જોવાની મહારાષ્ટ્ર સરકારની જવાબદારી છે. આ સીમા વિવાદ ફરી ઉકળ્યો છે તેની સાબિતિ તે પરથી મળી આવે છે કે, આ વિવાદ સર્વોચ્ચ અદાલતમાં જશે તેમ માની શિંદેએ તેમના મંત્રીમંડળના બે સભ્યોને રાજ્યની ‘લીગલ ટીમ’ને સહાય કરવાનું કામ સોંપ્યું છે’ વાસ્તવમાં આ વિવાદ ૨૩મી નવેમ્બરે જ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ થયો હતો પરંતુ તેમાં મુદત પડી. બીજી તરફ બૌમાઈએ એવો દાવો કર્યો છે કે, તે ગામો પૈકી કેટલાક ગામોની પંચાયતોએ ઠરાવ પસાર કરી કર્ણાટકમાં જોડાવા નિર્ધાર કર્યો છે.

આ જાણી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટવીટ ઉપર મજબૂતીપૂર્વક જણાવી દીધું છે કે, મહારાષ્ટ્રનું એક પણ ગામ કર્ણાટકમાં જશે નહીં તેટુલં જ નહી પણ મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં તેનો સખત બચાવ કરશે જ. અને બેલગામ- કારવાર, નિવાની તાલુકાઓના મરાઠીભાષી લોકોને રાજ્યમાં (મહારાષ્ટ્રમાં) જ સમાવવા સુપ્રીમ કોર્ટમાં જોરદાર રજૂઆત કરશે.

ઉલ્લેખનીય તો તે છે કે બંને રાજ્યોમાં કેન્દ્રનો શાસક પક્ષ ભાજપ સત્તાસ્થાને છે કર્ણાટકમાં તો તેની સરકાર છે જ ઉપરાંત મહારાષ્ટ્રમાં તે ગઠબંધન સરકારની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આથી બંને રાજ્યો વિપક્ષો તેની ઉપર પસ્તાળ પાડી રહ્યા છે.

આ વિવાદ ઉદ્ધવ ઠાકરે માટે તો ‘એક શસ્ત્ર’ બની ગયો છે. તેઓ તો તેમ કહે છે કે કર્ણાટકના મુખ્યમંત્રીએ તાજેતરમાં જ અણચિંતવ્યા કરેલા નિવેદન ઉપરથી એવું લાગે છે કે એમને જાણે કોઈ ભૂત વળગ્યું છે તેથી તેઓ ઓચિંતો જ દાવો કરવા લાગ્યા છે. ઉદ્ધવ ઠાકરેના સાથે અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી એનસીપીના અજિત પવારે આ વિવાદમાં કેન્દ્રને હસ્તક્ષેપ કરવા અનુરોધ કરતા જણાવ્યું છે કે તે સમિતિમાં તેઓ વિધાનસભાના સભ્યોની એક સમિતિ રચવા સરકારને અનુરોધ કરતા જણાવ્યું છે કે, તે સમિતિમાં તેઓ પોતે પણ સભ્ય તરીકે જોડાવા તૈયાર છે.

ટૂંકમાં ૧૯૪૮થી શરૂ થયેલો બંને રાજ્યો વચ્ચેનો સીમા-વિવાદ ૧૯૫૬ના ભાષાવાર રાજ્ય રચના પછી પણ શમ્યો નથી, ઉલ્ટાનો વકર્યો છે. તેમાંએ સૌથી મોટી ફસામણ તો ભાજપને છે તે બંને રાજ્યોમાં સત્તાસ્થાને છે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ એક પણ ડગલું પાછું હટી શકે તેમ નથી ને પાછા હઠે તો વિપક્ષ ફાડી ખાય તેમ છે. આ સંયોગોમાં તો હવે સર્વોચ્ચ અદાલત જ તેમના માટે તારણહાર છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.