રાજસ્થાનમાં કોઈ સંઘર્ષ નથી: કેસી વેણુગોપાલ

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી 4 ડિસેમ્બરે તેમની ભારત જોડો યાત્રા માટે રાજસ્થાન પહોંચવાના છે. દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને યુવા નેતા સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી લડાઈ પાર્ટી માટે માથાનો દુખાવો બની ગઈ છે. પાર્ટીએ ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે. રાહુલ ગાંધીના નજીકના નેતા અને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને બંને નેતાઓ સાથે વાત કરીને સમાધાનનો રસ્તો કાઢવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ 29 નવેમ્બરે જયપુર જવાના છે.

વેણુગોપાલે જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં કોઈ સંઘર્ષ નથી. પાર્ટી ભારત જોડો યાત્રાના માધ્યમથી રાજસ્થાન કોંગ્રેસની શક્તિનો પરચો કરાવશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભઆરત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા સાથે મુલાકાત કરી દિલ્હી આવેલા વેણુગોપાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે રાજકીય સંકટ પર ચર્ચા કરી છે. ત્યારબાદ 29 નવેમ્બરના રોજ તેમની જયપુર યત્રા નક્કી કરવામાં આવી છે.

જયપુર પ્રવાસ દરમિયાન કેસી વેણુગોપાલ ભારત જોડો યાત્રાના રાજસ્થાન તબક્કા માટે રચાયેલી સમિતિઓ સાથે બેઠક કરશે. જેમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ પણ હાજર રહેશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દરમિયાન તેઓ બંને નેતાઓ સાથે અલગ-અલગ વાત કરીને મુદ્દાનો ઉકેલ શોધવાનો પણ પ્રયાસ કરશે. સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તેમને ભારત જોડો યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની ભાષણબાજી કે અનુશાસનથી દૂર રહેવાની કડક ચેતવણી પણ આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે જયપુર પ્રવાસ દરમિયાન કેસી વેણુગોપાલ ભારત જોડો યાત્રાના રાજસ્થાન લેગ માટે રચાયેલી સમિતિઓ સાથે બેઠક કરશે. જેમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ પણ હાજર રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ દરમિયાન તેઓ બંને નેતાઓ સાથે અલગ-અલગ વાત કરીને મુદ્દાનો ઉકેલ શોધવાનો પણ પ્રયાસ કરશે. સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તેમને ભારત જોડો યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારના નિવેદનો કે,અનુશાસનહીનથી દૂર રહેવાની કડક ચેતવણી પણ આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાયલોટ પાર્ટી હાઈકમાન્ડ પર નેતૃત્વ બદલવા માટે દબાણ કરી રહ્યા છે. તેમણે હાઈકમાન્ડને ધારાસભ્યોનું ગુપ્ત મતદાન કરાવવા અને આગામી નેતા નક્કી કરવા જણાવ્યું છે. બીજી તરફ ગેહલોત દાવો કરી રહ્યા છે કે, ધારાસભ્યો તેમની સાથે છે. સૂત્રોનો દાવો છે કે, સચિન પાયલટે એક ડગલું આગળ વધીને કહ્યું કે, જો ગેહલોતને હટાવવામાં આવશે તો સરકાર નહીં પડે.

રાજસ્થાને કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી છે. બીજી મુશ્કેલી એ છે કે, ગુજરાતની ચૂંટણીમાં માત્ર ગેહલોતે કોંગ્રેસની કમાન સંભાળી છે અને રાહુલની ભારત જોડો યાત્રા રાજસ્થાનમાં પ્રવેશવાની છે. સૂત્રોનું કહેવું છે કે, ખડગે ગુજરાતની ચૂંટણી બાદ રાજસ્થાનનો મુદ્દો ઉકેલવાના મૂડમાં છે. તેથી જ હાઈકમાન્ડના દૂત તરીકે સંગઠનના મહાસચિવ હાલ 29મી નવેમ્બરે જયપુર જઈ રહ્યા છે જેથી પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાય.

 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.