સાંતલપુર માં 40 લોકોના નામ જ મતદારયાદીમાંથી ગાયબ
વિધાનસસભાની ચૂંટણી આખરી ચરણમાં છે.ચૂંટણી તંત્ર દ્વારા લોકોમાં મતદાન વધે તે માટે અનેક જાગૃતિ અભિયાનો પણ હાથ ધર્યા છે બીજી તરફ સાંતલપુર તાલુકાના પર ગામના 40 જેટલા લોકોના નામ જ મતદારયાદીમાંથી ગાયબ છે.
પર ગામમાં એક હજારથી વધુ મતદારો મતાધિકાર ધરાવે છે ગામમાં મુખ્ય વસ્તી દરબાર સમાજની છે જ્યારે કે ઠાકોર, નિરાશ્રિત ઠાકોર સમાજના પર ગામમાં રહેતા અને પરિવારનું ગુજરાન ચલાવતા ભાવસંગજી ઠાકોર સહિત તેમના પરિવાર અને સગા સંબંધીઓ મૂળ ગામના જ વતની છે પરંતુ પેટિયું રળવા ખેતરમાં ભાગીયા તરીકે કામ કરે છે આ 40 જેટલા લોકો પાસે હાલ ચૂંટણી કાર્ડ જ નથી અને છેલ્લા 3 વર્ષથી ચૂંટણી કાર્ડ કઢાવવા અનેક કચેરીના ધક્કાઓ ખાવા છતાં હજુ સુધી આ પરિવારોને ચૂંટણી કાર્ડ નીકળ્યા જ નથી.
આ તમામ લોકોને લોકશાહીમાં મત આપવો છે પરંતુ ચૂંટણી કાર્ડથી વંચિત રહેતા આ પરિવારો મત આપવાથી વંચિત રહેશે. એક તરફ ચૂંટણીમાં મતદાન માટે જાગૃતિ અભિયાન ચલાવાય છે બીજી તરફ મતદારોના નામ જ મતદાર યાદીમાં નથી અને અનેક પ્રયત્નો કરવા છતાં પણ ચૂંટણી કાર્ડની કામગીરી પણ ન થતા અભણ પરિવારને લોકશાહીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો છે. પરંતુ તેમનું નામ જ નહીં હોવાને કારણે વિધાનસભાની ચૂંટણીમાં આ પરિવારો મતદાનથી વંચિત રહેશે.
પર ગામના વતની ભાવસંગજી ઠાકોર દ્વારા જણાવ્યું હતું કે અમારે પણ મત આપવો છે પણ છેલ્લા 3 વર્ષથી ચૂંટણી કાર્ડ જ નથી. મામલતદાર કચેરીમાં અને કાગળિયા કર્યા ધક્કાઓ પણ ખાધા છતાં કોઈ જ આમારી કામગીરી થઈ નથી અને અમારા 40 જેટલા લોકોને ચૂંટણી કાર્ડ જ નથી. જ્યારે શાંતિબેન ઠાકોર દ્વારા જણાવ્યું કે અમારે પણ મત આપવો છે પણ ચૂંટણી કાર્ડ જ નથી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button