વરુણ ધવનની ‘ભેડિયા’ હિટ કે ફ્લોપ !
બોલીવુડના સુપરસ્ટાર વરુણ ધવનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભેડિયા’ 25 નવેમ્બર એટલે કે આજથી સિનેમાઘરોમાં આવી ગઈ છે. બધા લોકો વરુણની ‘ભેડિયા’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ ‘ભેડિયા’ કેવી છે તે જાણવા દરેક લોકો ઉત્સુક છે. ડિરેક્ટર અમર કૌશિકની ફિલ્મ ‘ભેડિયા’ને લઈને સોશિયલ મીડિયા પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
આ ફિલ્મનું સોશિયલ મીડિયા પર હાલ સુધી પ્રભુત્વ સારું રહ્યું છે
વરુણ ધવનની ફિલ્મ ‘ભેડિયા’નું ટ્રેલર જોયા બાદ દરેક લોકો આ ફિલ્મને લઇ આતુર દેખાતા હતા. આજે ‘ભેડિયા’ ફિલ્મના રિલીઝના દિવસે લોકો તેના પર કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે? ફિલ્મ ‘ભેડિયા’ને લઈને સોશિયલ મીડિયા પર સકારાત્મક સમીક્ષાઓ આવી રહી છે. ‘ભેડિયા’ વિશે એક યુઝરે લખ્યું છે કે- ફિલ્મ ‘ભેડિયા’ મોટા પડદા પર જોવા જેવી ફિલ્મ છે, હું આપને ચોક્કસતા કહીશ ‘ભેડિયા’ જોયા પછી તમે નિરાશ નહીં થાવ. આ ફિલ્મમાં વરુણ ધવન અને કૃતિ સેનને અદભૂત અભિનય કર્યો છે.
‘ભેડિયા’ને સોશિયલ મીડિયા પર મળ્યા શ્રેષ્ટ રિવ્યૂ
સોશિયલ મીડિયા પર યુઝર્સો તરફથી સારો પ્રતિસાદ મળવા ઉપરાંત વરુણ ધવનની ‘ભેડિયા’ ફિલ્મને ફિલ્મ સમીક્ષકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ‘ભેડિયા’ને સાડા ત્રણ સ્ટાર્સનું રેટિંગ આપ્યું છે. આ સિવાય તમામ ટીકાકારો પણ ‘ભેડિયા’ના વખાણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ‘ભેડિયા’ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે તે તો આવનારો સમય જ કહેશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button