અમેરિકામાં વ્યાજ વૃદ્ધી હળવી બનવાના સંકેતો વહેતા

મુંબઈ ઝવેરી બજારમાં  આજે   સોનામાં આંચકા પચાવી  ભાવ ફરી  ઉછળી ૧૦ ગ્રામના  રૂ.૫૪ હજારની  સપાટી વટાવી ગયા હતા. ચાંદીમાં  તેજી આગળ વધતાં  ભાવ કિલોના રૂ.૬૨ હજારને આંબી ગયા હતા.  વિશ્વ બજારમાં  ભાવ ઉછળતાં ઘરઆંગણે  ઈમ્પોર્ટ  કોસ્ટ વધતાં   દેશના  ઝવેરી બજારોમાં  આજે તેજીનો પવન  ફૂંકાતો જોવા મળ્યો હતો.  વિશ્વ બજારમાં   સોનાના ભાવ ઔંશના ૧૭૩૮થી  ૧૭૩૯  ડોલરવાળા  વધી ૧૭૫૮થી  ૧૭૫૯ થઈ  ૧૭૫૭થી  ૧૭૫૮ ડોલર  રહ્યા હતા.

વિશ્વ  બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઘટતાં વૈશ્વિક  સોનામાં  ઘટાડે ફંડોનું  બાઈંગ  વધ્યાના  સમાચાર હતા.   અમેરિકામાં  હવે  પછી  થનારી  વ્યાજ વૃદ્ધીમાં  આક્રમકતા હળવી બનવાની  શક્યતા  ચર્ચાતી  થતાં વિશ્વ બજારમાં સોનાના ભાવ પર તેજીની અસર દેખાઈ હતી.

વિશ્વ બજારમાં  સોના પાછળ આજે  ચાંદીના ભાવ પણ ઔંશના  ૨૧.૨૧થી ૨૧.૨૨ વાળા વધી  ૨૧.૬૮ થઈ  ૨૧.૫૮થી  ૨૧.૫૯  ડોલર રહ્યા હતા. દરમિયાન,  ઘરઆંગણે આજે  અમદાવાદ ઝવેરી બજારમાં  સોનાના ભાવ રૂ.૪૦૦ વધી  ૯૯.૫૦ના  રૂ.૫૪૨૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૪૪૦૦ રહ્યા હતા.  અમદાવાદ ચાંદીના ભાવ  રૂ.૫૦૦ વધી  રૂ.૬૨ હજાર બોલાયા હતા.

દરમિયાન, વિશ્વ  બજારમાં પ્લેટીનમના  ભાવ ઔંશના  ૯૯૧થી  ૯૯૨ વાળા   વધી ૧૦૦૩ થઈ  ૯૯૪થી  ૯૯૫ ડોલર  રહ્યા હતા.   પેલેડીયમના  ભાવ ૧૮૮૩થી ૧૮૮૪ ડોલર  વાળા  ઉંચામાં  ૧૯૧૪ થઈ ૧૯૦૮થી ૧૯૦૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ  આજે મોડી સાંજે  ૦.૬૫થી ૦.૭૦ ટકા  પ્લસમાં રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં  ચીનમાં કોવિડના કેસો વધતાં ખેલાડીઓમાં  અજંપો  પણ વધ્યાની  ચર્ચા હતી.  વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ચીનની નવી  માગ ધીમી  પડતાં ઘટાડા  પર રહ્યા હતા,ન્યુયોર્ક  ક્રૂડના ભાવ  બેરલના   ૭૯.૬  વાળા નીચામાં   ૭૭.૨૧  થઈ ૭૭.૭૪  ડોલર રહ્યા હતા.  જ્યારે બ્રેન્ટક્રૂડના  ભાવ  ૮૬.૩૨ વાળા  નીચામાં  ૮૪.૨૬  થઈ  ૮૪.૯૬  ડોલર રહ્યા હતા.  દરમિયાન, મુંબઈ બુલીયન  બજારમાં  આજે સોનાના ભાવ જીએસટી વગર  ૯૯.૫૦ના  રૂ.૫૨૨૦૮ વાળા  રૂ.૫૨૫૧૮  થઈ રૂ.૫૨૫૦૨ રહ્યા હતા.

જ્યારે ૯૯.૯૦ના  ભાવ  રૂ.૫૨૪૧૮  વાળા  રૂ.૫૨૭૨૯  થઈ  રૂ.૫૨૭૧૩ રહ્યા હતા.   મુંબઈ  ચાંદીના ભાવ  જીએસટી વગર  રૂ.૬૧૭૦૦ વાળા  રૂ.૬૨૩૭૯  થઈ રૂ.૬૨૨૬૬ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં  જીએસટી  સાથેના ભાવ આ ભાવથી  ૩ ટકા ઉંચા રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.