કાણકારોની સંપત્તિમાં વધારો

વૈશ્વિક સ્તરે મંદીના ફફડાટ વચ્ચે ભારતીય અર્થતંત્રને વેગ આપતા ચોક્કસ સાનુકૂળ પરિબળો વચ્ચે વિદેશી રોકાણકારો દ્વારા હાથ ધરાયેલી નવી લેવાલી પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે નવો ઇતિહાસ રચાયો હતો. નવી લેવાલી પાછળ આઝે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે વધીને ૬૨૪૧૨ની નવી વિક્રમી એવી ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગયો હતો. બીજી તરફ એનએસઇનો નિફ્ટી ઇન્ટ્રા ડે વધીને ૧૮૫૨૯ પહોંચ્યો હતો. જે તેની બાવન સપ્તાહની ઉંચી સપાટી છે. જો કે, તે તેની સર્વાધિક ૧૮૬૦૫ની સપાટી કુદાવવાથી વેંત જ છેટો રહ્યો હતો.

વૈશ્વિક સ્તરે ચીનમાં કોરોના વિસ્ફોટ, યુરોપની એનજી કટોકટી તેમજ વિશ્વભરમાં ઊંચા ફુગાવાથી વૈશ્વિક સ્તરે મંદીનો ફફડાટ વ્યાપેલો છે. તે સાથે ભારત દ્વારા ઓસ્ટ્રેલિયા સાથે વેપાર સંધિ કરવા સહિતના અન્ય સાનુકૂળ પરિબળોને પગલે અર્થતંત્રની વૃદ્ધિ જળવાઈ રહેવાની ગણતરી પાછળ વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં પુનઃસક્રિય બનતા બજારમાં સુધારાની ચાલ ઝડપથી આગળ વધી હતી.

આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની રાહબરી  હેઠળ ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ બીએસઇ સેન્સેક્સ ઝડપથી વધી અગાઉ ઓક્ટોબર ૨૦૨૧નો તેનો ૬૨૨૪૫નો વિક્રમ તોડીને ઇન્ટ્રાડે વધીને ૬૨૪૧૨.૩૩ની નવી વિક્રમી ટોચની સપાટીએ પહોંચ્યા બાદ કામકાજના અંતે ૭૬૨.૧૦ પોઇન્ટ ઉછળી ૬૨૨૭૨.૬૮ની સપાટીએ મજબૂત રહ્યો હતો.

બીજી તરફ એનએસઇ ખાતે નિફ્ટી પણ ઝડપથી વધી ઇન્ટ્રાડે ૧૮૫૨૯ની બાવન સપ્તાહની ટોચે પહોંચી કામકાજના અંતે ૨૧૬.૮૫ પોઇન્ટ વધીને ૧૮૪૮૪.૧૦ની સપાટીએ મજબૂત રહ્યો હતો. નિફ્ટીમાં ૧૮૬૦૫ ઓલટાઇમ હાઇ સપાટી છે. આમ, તે આ ઉંચી સપાટી (બીએસઇ માર્કેટ કેપ) રૂા. ૨.૨૬ લાખ કરોડનો વધારો થતાં અંતે તે રૂા. ૨૮૩.૭૦ લાખ કરોડ પહોંચ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે રૂા. ૧૨૩૨ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.