પીઢ અભિનેતા વિક્રમ ગોખલે કોમામાં સરી ગયો .
પીઢ અભિનેતા વિક્રમ ગોખલેના નિધનની અફવા સોશિયલ મીડિયા તેમજ મીડિયા એજન્સી પર તેમના નિધનના સમચાર શેર થઇ રહ્યા છે. તેવામાં વિક્રમ ગોખલેની પત્ની અને તેની પુત્રીએ તેમના નિધનની અફવા ન ફેલાવાની વિંનંતી કરી છે. તેમણે જણાવ્યું છે કે, એકટર હજી સુધી જીવિત છે. પરંતુ તેમની હાલત બહુ જ ગંભીર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિક્રમ રિએક્ટ નથી કરી રહ્યો અને તે કોમામાં સરી ગયો છે. તેને વેન્ટિલેટર દ્વારા જીવિત રાખવામાં આવ્યો છે. વિક્રમની પત્નીએ જણાવ્યું હતું કે, તે બુધવારની બપોરથી જ કોમામાં જતો રહ્યો છે.
પત્નીએ એમ પણ કહ્યું હતું કે, વિક્રમના મલ્ટીપલ ઓર્ગન ફેઇલ થઇગયા છે અને તે જીવન-મરણ વચ્ચે 15 દિવશી ઝોલા ખાઇ રહ્યો છે.
વિક્મ ગોખલેને બે પુત્રીઓ છે, જેમાંની એક મુંબઇમાં રહે છે જે હાલ પિતાની સારવાર માટે માતા સાથે પુણેની હોસ્પિટલમાં છે, તેમજ તેની બીજી પુત્રી સાન્સફ્રાન્સિકો છે જે પિતાના સ્વાસ્થ્યના સમાચાર સાંભળી પુણે આવી છે.
વિક્રમ ગોખલેને પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.
વિક્રમ ગોખલેને પુત્રીએ જણાવ્યુ ં હતું કે, તેમની હાલત ગંભીર છે, પરંતુ હજી સુધી તેમણે હાર માની નથી. તેઓ હજી પણ જીવિત છે. હું તમને દરેકને વિનંતી કરું છું કે, તેમના માટે પ્રાથના કરતા રહેશો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button