ચૂંટણી ફરજમાં રોકાયેલા પોલીસ સ્ટાફનું પોસ્ટલ બેલેટથી મતદાન
વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ની ભારતના ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧ ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. આજ રોજ પોલીસ સ્ટાફ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. ૮૧ ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી ફરજ બજાવતા ૯૭૮ પોલીસ સ્ટાફ મતદાન કરી રહ્યા છે.
૧૯૪ પોલિંગ સ્ટાફ દ્વારા ૮૩-પોરબંદર વિધાનસભા બેઠક માટે આજે પોસ્ટલ બેલેટથી મતદાન કરાયું તથા ૯૭ પોલિંગ સ્ટાફ દ્વારા ૮૪-કુતિયાણા વિધાનસભા બેઠક માટે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. પોલીસ, હોમગાર્ડ કર્મચારીઓ પરમ દિવસે તારીખ ૨૬ નવેમ્બરના રોજ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button